09 December, 2024 03:39 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (BJP Accuses Sonia Gandhi) પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે સોનિયા ગાંધી જે સંસ્થા સાથે સંકળાયેલી છે, તેને જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ મળે છે. સુધાંશુ ત્રિવેદીએ આ બાબતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે સોરોસ એ જ વ્યક્તિ છે જેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે તેણે મોદી સરકારને અસ્થિર કરવા માટે 1 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે અને હવે આ આરોપો મામલે વિપક્ષ ચર્ચા કરવા માગતું નથી.
ભાજપના (BJP Accuses Sonia Gandhi) નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, `એશિયા પેસિફિકમાં એક સંગઠન ફોરમ ફોર ડેમોક્રેટિક લીડર્સ છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ચાર લોકો કો-ચેરમેન છે અને કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી પણ તેમાં છે. આ બહુ ગંભીર બાબત છે. અમે કહેવા માગીએ છીએ કે આજે ગૃહની કાર્યવાહી શરૂ થઈ. અમે આ ગંભીર મુદ્દા પર ગૃહનું ધ્યાન દોરવા માગીએ છીએ. આજે સોનિયા ગાંધીનો જન્મદિવસ પણ છે અને દેશ વતી હું કહેવા માગુ છું કે ઓછામાં ઓછું આજે તેઓ તેમના સાથી લોકોને આ મુદ્દા પર પ્રામાણિકપણે ચર્ચા કરવા કહે. આજે આ વિષય પર આપણે સૌએ આગ્રહ કર્યો કે આ ગંભીર મુદ્દો સામે આવ્યો છે.
સુધાંશુ ત્રિવેદીએ (BJP Accuses Sonia Gandhi) વધુ આરોપ કરતાં કહ્યું કે, `આ ફોરમ શું કામ કરે છે? આ ભારત વિશે કહે છે કે લોકશાહી વ્યવસ્થા ખતમ થઈ રહી છે. સોરોસ એ જ વ્યક્તિ છે જેણે જાહેરમાં કહ્યું છે કે તેણે મોદી સરકારને અસ્થિર કરવા માટે 1 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. ધનકુબેર પાસેથી પૈસા કયા હેતુ માટે મળી રહ્યા છે તે ખૂબ જ સ્પષ્ટ છે. આજ સુધી ભારતમાં કે વિદેશમાં કોઈ ધનિક વ્યક્તિએ રાજકીય એજન્ડા માટે પૈસા આપવાની ખુલ્લેઆમ જાહેરાત કરી નથી અને તે જ્યોર્જ સોરોસે કરી છે. એટલા માટે અમે આ ગંભીર મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. અમારા દ્વારા નિયમ 267 હેઠળ નોટિસ આપવામાં આવી હતી.
દરમિયાન, યુએસએ ભાજપના (BJP Accuses Sonia Gandhi) આરોપોને ફગાવી દીધા છે કે તે ભારતને અસ્થિર કરવાના પ્રયાસોને સમર્થન આપી રહ્યું છે, જ્યારે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તેઓ લોકસભામાં આ મુદ્દે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને 10 પ્રશ્નો પૂછશે. બીજેપી સાંસદે કહ્યું કે મીડિયા પોર્ટલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અને સોરોસે વિપક્ષો સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા અને મોદી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે.