18 April, 2023 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિલકિસ બાનો (તસવીર સૌજન્ય - મિડ-ડે)
બિલકિસ બાનો કેસના દોષીઓને છોડવા વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કૉર્ટ 2 મેના રોજ અંતિમ સુનાવણી કરશે. કૉર્ટમાં મંગળવાર (18 એપ્રિલ)ના ગુજરાત સરકારે મુક્તિ સાથે જોડાયેલી ફાઈલ બતાવવાના આદેશનો વિરોધ કર્યો. રાજ્ય સરકારે દલીલ આપી કે સુપ્રીમ કૉર્ટના આદેશના આધારે જ છોડવામાં આવ્યા છે.
જણાવવાનું કે પીડિતા બિલકિસ બાનો સિવાય સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી અને ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ કેસના 11 દોષિઓને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માગ કરી છે.
કૉર્ટની મહત્વની ટિપ્પણી
આ મામલે સુનાવણી કરતી જસ્ટિસ કેમ જોસેફ અને બીવી નાગરત્નાની પીઠે સરકારના નિર્ણય પર તીખી ટિપ્પણી કરી. કૉર્ટે કહ્યું કે `સફરજનની તુલના સંતરા સાથે ન કરી શકાય`, આ રીતે નરસંહારની તુલના એક હત્યા સાથે ન કરી શકાય.
કૉર્ટે કહ્યું કે જ્યારે આવા જઘન્ય અપરાધ જે સમાજને મોટા સ્તરે પ્રભાવિત કરે છે, તેમાં કોઈપણ શક્તિનો ઉપયોગ કરતી વખતે જનતાના હિતને મગજમાં રાખવા જોઈએ. કૉર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યના નિર્ણય સાથે સહેમતિ વ્યક્ત કરી છે તો આનો અર્થ એ નથી કે રાજ્ય સરકારને પોતાનું મગજ ચલાવવાની જરૂર નથી.
જસ્ટિસ કેમ જોસેફે ટિપ્પણી કરતા કહ્યું કે આજે બિલકિસ બાનો છે. કાલે તમારા અને મારામાંથી કોઈપણ હોઈ શકે છે. એવામાં ચોક્કસ માનક હોવા જોઈએ. તમે અમને કારણ નથી આપતા તો અમે પોતાનું નિષ્કર્ષ કાઢી લેશું.
આ પણ વાંચો : કોરિયન વ્લોગરને જોઇને વિકૃત પુરુષે કાઢ્યું પેન્ટ, વીડિયો વાયરલ થતાં થઈ ધરપકડ
શું છે ઘટના?
જણાવવાનું કે ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગની ઘટના બાદ દંગા ભડક્યા હતા. આ દરમિયાન વર્ષ 2002માં બિલકિસ બાનોમો ગેન્ગરેપ કરવામાં આવ્યો. સાથે જ તેમના પરિવારના 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે કૉર્ટે 21 જાન્યુઆરી 2008ના 11 દોષીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ત્યાર બાદ બધા 11 દોષીઓ જેલમાં બંધ હતા અને ગયા વર્ષે 15 ઑગસ્ટના બધાને છોડી દેવામાં આવ્યા હતા. આ મુક્તિને કૉર્ટમાં પડકારવામાં આવી છે.