બિહારમાંથી 500-500 માં 26 બાળકો ખરીદ્યા, દરરોજ 18 કલાક કામ કરાવતા,પોલીસે કર્યા રેસ્કયુ

16 June, 2023 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બાળકોના હાથમાં પેન્સિલ અને પુસ્તક હોવું જોઈએ અથવા તેઓ કોઈ મેદાનમાં હસતા અને રમતા જોવા જોઈએ. પરંતુ ગરીબીની મજબૂરી છે કે આ બાળકો (child labour)ને તેમના જ માતા-પિતાએ બિહાર(Bihar)થી જયપુરમાં કામ કરવા મોકલ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઈલ્ડ લેબર ડે ગયો એને વધારે સમય પણ નથી થયો ત્યાં બાળ મજૂરી (child labour) ના શરમજનક ઘટના સામે આવી છે. જયપુર પોલીસે બાળકોના સંગઠન સાથે મળીને ભટ્ટબસ્તીમાં એક ઘરમાં દરોડા પાડીને 26 બાળ મજૂરો(child labour)ને બચાવ્યા હતા. આ બાળકોને તેમના માતા-પિતાએ બંગડીના વેપારીને માત્ર રૂ. 500માં વેચી દીધા હતા. તે તેમને પહેલા બિહારથી જયપુર લાવ્યો હતો. આ બાળકો(child labour)ને રોજના 18-18 કલાક કામ કરાવવામાં આવતું હતું અને અત્યાચાર ગુજારવામાં આવતો હતો. બાળકોની ઉંમર 7 થી 11 વર્ષની વચ્ચે છે.

આ બાળકોના હાથમાં પેન્સિલ અને પુસ્તક હોવું જોઈએ અથવા તેઓ કોઈ મેદાનમાં હસતા અને રમતા જોવા જોઈએ. પરંતુ ગરીબીની મજબૂરી છે કે આ બાળકોને તેમના જ માતા-પિતાએ બિહાર(Bihar)થી જયપુરમાં કામ કરવા મોકલ્યા છે. આ કામ નથી... વાસ્તવમાં આ એક પ્રકારની ગુલામી છે. 12 જૂને પોલીસે જે બાળકો(child labour)ને બચાવ્યા હતા તે તમામ બિહાર (Bihar)ના સીતામઢી અને મુઝફ્ફરપુરના રહેવાસી છે. બચાવ પછી જ્યારે બાળકોની સંસ્થા અને પોલીસને ખબર પડી કે આ નિર્દોષ લોકોને રોજના 18-18 કલાક કામ કરાવવામાં આવે છે અને ખાવાના નામે માત્ર બે વખત ખીચડી આપવામાં આવે છે ત્યારે પોલીસકર્મીઓની આંખો પણ આંસુથી ભરાઈ આવી હતી. .

બાળકોએ જણાવ્યું કે શાહનવાઝ ઉર્ફે ગુડ્ડુ નામના વ્યક્તિએ તેમના માતા-પિતાને માત્ર 500 રૂપિયા આપીને તેમને ખરીદ્યા અને તેમને બિહારથી અહીં લાવ્યા. શાહનવાઝ તેને એક રૂમમાં બંધ રાખતો હતો. રૂમમાં 26 બાળકો રહેતા હતા. દરરોજ સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તેમની પાસેથી લાખોના દાગીના ઉઠાવવામાં આવતા હતા. આટલી નાની ઉંમરે આટલું કામ કરવાથી અને દરરોજ સવાર-સાંજ ખીચડી ખાવાથી કેટલાક બાળકો બીમાર પણ પડ્યા છે.

બચાવાયેલા બાળકોએ પોલીસને જણાવ્યું કે શાહનવાઝની પત્ની પણ આ કામમાં સામેલ હતી. બંનેના પોતાના ચાર બાળકો પણ છે, જેમને શાહનવાઝ અને તેની પત્ની દરોડા સમયે પાછળ છોડીને ભાગી ગયા હતા. પોલીસે જ્યારે બચાવેલા બાળકોની મેડિકલ તપાસ કરાવી ત્યારે આ 11 વર્ષીય બાળકમાંથી એક કુપોષિત હોવાનું જણાયું હતું, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ શાહનવાઝ અને તેની પત્નીને શોધી રહી છે. તે જ સમયે, આરોપી પતિ-પત્નીના 4 બાળકો પોલીસ પાસે જ છે.

bihar national news gujarati mid-day