Bihar: હે ભગવાન..! આર્થિક તંગીને કારણે આખા પરિવારે ઝેર ખાઈ કરી આત્મહત્યા

10 November, 2022 10:44 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

બિહાર(Bihar)ના નવાદાનગરમાં એક બિઝનેસમેને પોતાના પરિવારના છ સભ્યો સાથે સામૂહિક ઝેર ખાઈ લીધું હતું.

પ્રતીકાત્મક તસવીર

બિહાર(Bihar)ના નવાદાનગરમાં એક બિઝનેસમેને પોતાના પરિવારના છ સભ્યો સાથે સામૂહિક ઝેર ખાઈ લીધું હતું. આ ઘટનામાં કેદાર પ્રસાદ તેમની પત્ની અને ત્રણ બાળકોના મોત (Bihar થયા છે. જયારે કે એક બાળકીની હાલત દયનીય છે. જેની સદર હોસ્પિટલ નવાદામાં સારવાર ચાલી રહી છે. પોલીસ દરેક પાંસાઓને ધ્યાને રાખી તપાસ કરી રહી છે. 

આ ઘટનામાં કેદારનાથ ગુપ્તા, પત્ની અનિતા દેવી, બે પુત્રીઓ શબનમ કુમારી, ગુડિયા કુમારી અને પુત્ર પ્રિન્સ કુમારનું મોત થયું હતું. જ્યારે પુત્રી સાક્ષી કુમારી જીવન અને મૃત્યુ સામે ઝઝૂમી રહી છે. કહેવાય છે કે કેદારનાથ ગુપ્તા મૂળ રાજૌલીનો રહેવાસી હતો અને નવા વિસ્તાર નવાદામાં રહેતો હતો અને વિજય બજારમાં ફળોની દુકાન ચલાવતો હતો.

એક સ્થાનિક નાગરિકે આ ઘટના વિશે જણાવ્યું કે પરિવારના કેટલાક સભ્યોનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થઈ ગયું હતું. જ્યારે એક બાળકી સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: પૂર્વ CM રૂપાણી અને પૂર્વ ડિપ્ટી CM નિતિન પટેલની જાહેરાત, નહીં લડે ગુજરાત ચૂંટણી

પરિવારની હયાત સભ્ય પુત્રી સાક્ષી કુમારીએ જણાવ્યું કે તેના પિતાએ લોન લીધી હતી અને તે લોન ચૂકવવા માટે ખૂબ જ ડિપ્રેશનમાં હતા. બધા પિતાને હેરાન કરતા હતા. પૈસા માંગતો હતો અને ધમકી આપતો હતો. દેવું ચૂકવવામાં અસમર્થ પિતાએ પરિવારના તમામ સભ્યો સાથે ઝેર ખાવાનું નક્કી કર્યું. આથી ભાડાના મકાનથી દૂર આદર્શ સિટી વિસ્તારમાં જઈને સામૂહિક રીતે ઝેર ખાઈ લીધું હતું.

પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે

હાલ મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પીડિત સાક્ષી નવાદા સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સાક્ષીએ કેટલાક લોકોના નામ પણ આપ્યા છે જેઓ પૈસા માટે તેના પિતાને હેરાન કરતા હતા.

bihar national news