બૉયફ્રેન્ડે લગ્નની ના પાડી એટલે ડૉક્ટર ગર્લફ્રેન્ડે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો

03 July, 2024 02:46 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

મહિલાનો આરોપ છે કે તેનો બૉયફ્રેન્ડ લગ્નનું વચન આપીને તેને સેક્સ્યુઅલી એક્સપ્લૉઇટ કરી રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

બિહારના સારણ જિલ્લામાં ૨૬ વર્ષની એક યુવતીએ તેના બૉયફ્રેન્ડ સાથેના સંબંધો વણસતાં એવું આત્યંતિક પગલું લીધું કે અત્યારે તે જેલના સળિયા પાછળ છે. વાત એમ છે કે આ બહેન એક નર્સિંગ હોમમાં ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરે છે. તે બે વર્ષથી ૩૦ વર્ષના એક યુવક સાથે પ્રેમમાં હતી. જોકે એ યુવકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. વારંવાર લગ્ન માટે દબાણ કર્યું અને છેલ્લે તો તેણે છપરા ગામની સિવિલ કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કરી લીધેલું છતાં યુવક લગ્ન માટે ત્યાં ન આવતાં ગુસ્સે ભરાયેલી ડૉક્ટરે તેને પોતાની ક્લિનિક પર બોલાવ્યો હતો. ઇન્જેક્શન આપીને  તેનું ગુપ્તાંગ છરીથી કાપી નાખ્યું હતું. હાલમાં તેના બૉયફ્રેન્ડની સારવાર એક નર્સિંગ હોમમાં ચાલી રહી છે અને પોલીસે પેલી ડૉક્ટર યુવતીને પકડી લીધી છે. હવે આ બહેનનો આરોપ છે કે તેનો બૉયફ્રેન્ડ લગ્નનું વચન આપીને તેને સેક્સ્યુઅલી એક્સપ્લૉઇટ કરી રહ્યો હતો એટલે તેણે આ પગલું ભર્યું હતું. આ પહેલાં તેણે બે વાર ગર્ભપાત પણ કરાવ્યો હતો.

Crime News bihar national news patna