Bihar Crime: પાગલ વ્યક્તિએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, છઠપૂજા કરી પરત ફરી રહેલાં 6ને વાગી ગોળી

20 November, 2023 10:09 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

Bihar Crime: લખીસરાય શહેરના પંજાબી મોહલ્લામાં છઠ ઘાટથી ઘરે પરત ફરી રહેલા ભક્તોની ભીડ વચ્ચે એક પાગલ વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો.

બંદૂકની પ્રતીકાત્મક તસવીર

Bihar Crime: લખીસરાય શહેરના કબૈયા પોલીસ સ્ટેશન હેઠળના પંજાબી મોહલ્લામાં છઠ ઘાટથી ઘરે પરત ફરી રહેલા ભક્તોની ભીડ વચ્ચે એક પાગલ વ્યક્તિએ ગોળીબાર (Bihar Crime) કર્યો હતો. આ ગોળીબારમાં છ લોકોને ગોળી વાગી છે. જેમાંથી બેના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસ ફોર્સ પોતાની ટુકડી સાથે પહોંચ્યા છે.

એક જ પરિવારને કેમ બનાવાયો નિશાન?

આ ઘટનામાં એક જ પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે. શશિભૂષણ ઝાના બે પુત્રો ચંદન ઝા અને રાજેન્દ્ર ઝા ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે શશિભૂષણ ઝા પોતે, તેમનો બીજો પુત્ર દુર્ગા ઝા, પુત્રવધૂ લવલી દેવી પત્ની રાજનંદન ઝા અને પ્રીતિ દેવી પત્ની કુંદન ઝા ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. વધુ માહિતીની આવે તેની રાહ જોવાઈ રહી છે.

પોલીસે ઘરે આવીને પરિવારજનોની પૂછપરછ કરી હતી. પાગલ વ્યક્તિએ ક્યા કારણોસર આ ઘટના (Bihar Crime)ને અંજામ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દરેક સ્તરે તપાસ કરી રહી છે. જ્યાં ફાયરિંગ થયું હતું ત્યાં માત્ર લોહી જ દેખાતું હતું. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો પોતાના ઘરોમાં છુપાઈ ગયા છે.

બિહારના લખીસરાય જિલ્લામાં છઠ પૂજાને લઈને લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વચ્ચે જ સમાપન સમયે એક મોટી ઘટના બની છે. અહીં નીડર ગુનેગારોએ એક જ પરિવાર પર આ રીતે અંધાધૂંધ ગોળીબાર કર્યો છે જેને કારણે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ સર્જાયો છે. આમાં 6 લોકોને ગોળી વાગી છે. ઘાયલોમાં બે મહિલા અને ચાર પુરૂષો છે. 

ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 લોકોના હોસ્પિટલમાં મોત (Bihar Crime) થયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે લોકોની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ઘટના બાદ વિસ્તારમાં ચકચાર

ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર સદર હોસ્પિટલ પહોંચી ગયું હતું. એસપી પંકજ કુમાર, એસડીએમ નિશાંત કુમાર અને ડીએમ અમરેન્દ્ર કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપી પંકજ કુમારે આ ઘટના મામલે જણાવ્યું હતું કે આરોપીને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ 

ફાયરિંગની ઘટના (Bihar Crime)ની માહિતી મળતાં જ એએસપી પંકજ કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સઘન તપાસ શરૂ કરી હતી. જાનહાનિની પુષ્ટિ કરતા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે ગોળીબાર સંકળાયેલા પક્ષો વચ્ચે જૂની દુશ્મનાવટનું પરિણામ હોવાની શંકા છે. ASP પંકજ કુમારે જણાવ્યું કે ફાયરિંગ પાછળના મુખ્ય શંકાસ્પદની ઓળખ આશિષ ચૌધરી તરીકે થઈ છે. પોલીસે તેની ધરપકડ કરવા માટે અથાગ પ્રયાસો શરૂ કર્યા છે.

bihar Crime News national news india