નરેન્દ્ર મોદી પાછા મુખ્યમંત્રી બને તો... PM મોદી વિશે આ શું બોલી ગયા નીતીશ કુમાર

27 May, 2024 01:15 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

Bihar CM nitish kumar: નીતીશ કુમારે અનેક વખત ભાષણ દરમિયાન બોલવામાં ભૂલો કરી છે જેને લીધે વિવાદ સર્જાયો છે.

નીતિશ કુમારની ફાઇલ તસવીર

બિહારના પટના સાહિબ લોકસભા ક્ષેત્રના દનિયાવાંમાં 2024ની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ગઠબંધન માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એનડીએના મિત્ર પક્ષ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર (Bihar CM nitish kumar) સભાનું સંબોધન કરી રહ્યા હતા, જોકે સભાને સંબોધતી વખતે નીતીશ કુમારની જીભ લપસતા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એવી વાત કરી દીધી હતી કે હવે નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે.

મુખ્ય પ્રધાન નીતિશ કુમારે તેમના ભાષણ દરમિયાન કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં બિહારની તમામ 40 બેઠકો અને દેશભરમાં 400થી વધુ બેઠકો જીતીને નરેન્દ્ર મોદી (Bihar CM nitish kumar) ફરી મુખ્ય પ્રધાન બને, જેથી દેશ અને બિહારનો વિકાસ થાય. જોકે નીતીશ કુમારને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બને એમ કહેવું હતું. નીતીશ કુમારે અનેક વખત ભાષણ દરમિયાન બોલવામાં ભૂલો કરી છે જેને લીધે વિવાદ સર્જાયો છે.

આ જ રેલી દરમિયાન સીએમ નીતીશ કુમારે આરજેડી (Bihar CM nitish kumar) પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આરજેડીએ કોઈ કામ કર્યું નથી. 2005 પહેલાં લોકો સાંજે ડરના કારણે ઘરની બહાર નીકળતા ન હતાં. ઘણાં ઝઘડા થતા, આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ બરબાદ હતી, અને રસ્તાઓની હાલત કથળેલી હતી. જ્યારે હું સાંસદ હતો, ત્યારે થોડાં જ વિસ્તારોમાં રસ્તાઓ હતાં. બાકીની જગ્યાએ ચાલીને જવું પડતું હતું. આરજેડીને તક મળી હતી, પણ તેઓએ કોઈ કામ કર્યું નહીં.

સીએમ નીતીશ કુમારે આરજેડી પર નિશાન સાધતાં કહ્યું કે આરજેડી આજે મારા વિરુદ્ધ છે અને કહે છે કે મેં કોઈ કામ કર્યું નથી, જે વાત સાવ ખોટી છે. સીએમ નીતીશ કુમારે આરજેડીના નેતા લાલુ યાદવનું (Bihar CM nitish kumar) નામ લીધા વિના કહ્યું કે એક માણસે નવ સંતાન પેદા કરી. હવે તેઓ સંતાનોના કામમાં જ વ્યસ્ત છે. જ્યારે અમે તેમની સાથે આવ્યા, ત્યારે જોયું કે તેઓ ગડબડ કરી રહ્યા છે. નીતશ કુમારના આ નિવેદનથી હવે વિરોધી પક્ષ દ્વારા તેમના પર ટીકા કરવામાં આવી રહી છે.

તમને જણાવવાનું કે બિહારના સીએમ નીતીશ કુમાર એનડીએનો સાથ છોડી ઈન્ડિયા ગઠબંધન (Bihar CM nitish kumar) સાથે સરકાર બનાવી બિહારના સીએમ બન્યા હતા, જોકે થોડા સમય બાદ તેમણે ફરી ભાજપ અને એનડીએ સાથે સત્તાપલટો કરીને નવમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી.

Lok Sabha Election 2024 bihar nitish kumar rashtriya janata dal bharatiya janata party narendra modi national news patna