17 November, 2024 03:03 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
હત્યાની પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશના ભોપાલમાંથી અજીબોગરીબ કિસ્સો (Bhopal Crime News) સામે આવ્યો છે. આપણા સમાજમાં વેજીટેરિયન અને નૉન-વેજીટેરિયન આ બે પ્રકારના લોકો જીવે છે. ખાસ તો જે લોકો વેજીટેરિયન હોય છે તોએને નૉન-વેજ ફૂડ પ્રત્યે જ નહીં પણ તે ખાનાર લોકો પર પણ સૂગ ચડતી હોય છે. અહીં ભોપાલમાં એક એવો જ કિસ્સો બન્યો છે જેમાં એક શખ્સ પોતાના ઘરમાં ચિકન લઈ આવ્યો હતો. જોકે, એનો પરિવાર વેજીટેરિયન હતો. આ જ કારણોસર બે ભાઈઓએ મળીને ચિકન લાવનાર પોતાના જ ભાઈની કતલ કરી નાખી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે તો પોલીસે હત્યાના આરોપસર બંને ભાઈઓની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ અંશુલ તરીકે થઈ છે.
નશાની ધૂત હાલતમાં શખ્સ ઘરે ખાવા ચિકન લઈ આવ્યો
વાત કૈંક એમ છે કે આ જે અંશુલ નામનો શખ્સ છે. તે ઘરમાં તો નહીં પરંતુ બહાર જાય ત્યારે અવારનવાર નૉન-વેજ ફૂડ ખાતો હતો. આ જ રીતે શુક્રવારે જ્યારે તે રાત્રે નશાની હાલતમાં ઘરે આવ્યો ત્યારે તે પોતાની સાથે જમવા માટે ચિકન લઈને આવ્યો હતો, જેના કારણે તેના પરિવારના સભ્યોને સૂગ ચડી હતી, કારણકે તેઓ કોઈ નૉન-વેજ ખાતાં નહોતા.
Bhopal Crime News: રાત્રે આવીને તેણે રસોડામાં જઈને ચિકન ખાવા માંડ્યું હતું. હવે બન્યું એમ કે આ ભાઈએ જમતી વખતે પોતના બીજા ભાઈઓ અમન અને કુલદીપ કે જે વેજીટેરિયન હતા. તેઓને ચીડવવાનું શરૂ કર્યું હતું. તેઓની સામે તેણે ચિકન કાઢીને બતાવ્યું હતું. જેનાથી બંને ભાઈઓને અંશુલ પર સૂગ ચડી હતી અને બંને ગુસ્સે થઈ ગયા હતા. રોષે ભરાયેલા બંને ભાઈઓએ અંશુલ સાથે ઝગડો કરવાનું શરૂ કરી નાખ્યું હતું. પછી તો ત્રણેય ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વાત આટલેથી ન પતિ જતાં આગળ વધી ગઈ અને બંને ભાઈઓએ દોરડા વડે અંશુલનું ગળું દાબી (Bhopal Crime News) દીધું.
પોલીસને ખાનગી હોસ્પિટલમાંથી જે પ્રકારે માહિતી મળી છે એ પ્રમાણે વાત કરીએ તો મૃતક અંશુલને તેના પરિવાર દ્વારા જ એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેની પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. હોસ્પિટલ પહોંચતા જ ડોકટોરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ પોલીસ દ્વારા મૃતક પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેના પગલે અંશુલના બે ભાઈઓને કરતૂત સામે આવી હતી, પોલીસ તે બંનેને પકડી લીધા છે.
અંશુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં પુષ્ટિ થઈ હતી કે તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. બંને ભાઈઓએ અને માતાએ પોતાનો ગુનો કબૂલી લીધો. જોકે, પોલીસે આ કેસ (Bhopal Crime News)માં અંશુલની માતાને આરોપી બનાવી હતી કારણ કે તે હત્યાને છુપાવીને ગુનામાં સંડોવાયેલી હતી.