ભાઈંદરમાં ધંધાકીય અદાવત છેક પિસ્ટલ અને બુલેટ્સ સુધી પહોંચી

02 April, 2024 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે આ સંદર્ભે વધુ તપાસ કરી કુલ ૪ પિસ્ટલ અને ૫૯ બુલેટ્સ જપ્ત કરી છે

નયાનગર પોલીસ

ભાઈંદર-ઈસ્ટના ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં કિચન ઇક્વિપમેન્ટનું કામકાજ કરતા ફિરોઝ ઉર્ફે ઇબ્રાહિમ આલમ શફીઉલ્લા ચૌધરીને તેના ધંધાના પ્રતિસ્પર્ધી અમાન સ્ટીલ કિચન ઇક્વિપમેન્ટના અનીસ ઉર્ફે મુન્ના ખાન અને કલીમ ખાનના કામથી નુકસાન થતું હતું એટલે તેમને ફસાવવા માટે તેણે પોતાના ઓળખીતાની મદદથી ઉત્તર પ્રદેશથી ૬ દેશી પિસ્ટલ અને બુલેટ્સ મગાવી હતી. એમાંથી તેણે બે પિસ્ટલ અને કેટલીક બુલેટ્સ અમાન સ્ટીલ કિચન ઇક્વિપમેન્ટના ગાળામાં વડાપાંઉ અને પાણીપુરીની સ્ટ઼ીલની ગાડીના કબાટમાં છુપાવીને ગોઠવી દીધી હતી, જ્યારે બે પિસ્ટલ તેણે એક બૅગમાં ભરી વર્સોવાની ખાડીમાં નાખી દીધી હતી. નયાનગર પોલીસને પહેલાં બે પિસ્ટલ અને ૪૩ બુલેટ્સ અમાન સ્ટીલમાંથી મળી આવી હતી. ત્યાર બાદ કાશીમીરા પોલીસે આ સંદર્ભે વધુ તપાસ કરી કુલ ૪ પિસ્ટલ અને ૫૯ બુલેટ્સ જપ્ત કરી છે અને ફિરોઝ તેમ જ તેના સાગરીત શાકિર અબ્દુલ વહાબની ધરપકડ કરી છે.

bhayander thane crime Crime News mumbai news