અયોધ્યાથી આજે ભગવાન રામની જાન નેપાલના જનકપુર જવા રવાના થશે, કળિયુગમાં ત્રેતાયુગ જેવો માહોલ સર્જાશે

26 November, 2024 11:34 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલો સૌથી મોટો ઉત્સવ આવી રહ્યો છે જેમાં જેમ ત્રેતાયુગમાં ભગવાન રામની જાન અયોધ્યાથી જનકપુર ગઈ હતી

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલો સૌથી મોટો ઉત્સવ આવી રહ્યો છે જેમાં જેમ ત્રેતાયુગમાં ભગવાન રામની જાન અયોધ્યાથી જનકપુર ગઈ હતી એવી જાન લઈને જવાની તૈયારીઓ અયોધ્યામાં શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે નવ વાગ્યે કારસેવકપુરમથી આ જાન રવાના થશે. દેશભરના ૧૭ પ્રાંતના લોકો આ રામબારાતમાં સામેલ થશે. જાનમાં ૨૦૦ લોકો રવાના થશે, પણ નેપાલના જનકપુર પહોંચતાં એની સંખ્યા ૫૦૦ પણ વધારે થઈ જશે.

વિશેષ રથ

જાનમાં ૪ વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યા છે. એક રથ પર ૫૧ તીર્થોનું જળ રાખવામાં આવશે. વરરાજા સહિત ચાર ભાઈઓના સ્વરૂપની સાથે મૂર્તિઓને પણ જાનમાં સામેલ કરવામાં આવશે. એક રથમાં શ્રી સીતારામ કલ્યાણ વિવાહ મહોત્સવની પ્રતિમા રાખવામાં આવી છે.

૪૦ પંડિતોની ટીમ

તિરુપતિ બાલાજી મંદિરના ૪૦ પંડિતોની ટીમ સીધી જનકપુર પહોંચશે. વિવાહ પંચમીએ ૬ ડિસેમ્બરે સવારે ૯ વાગ્યે સીતારામ વિવાહ સંપન્ન થશે.

૧,૧૧,૧૧૧  લાડુ પહોંચી ગયા
શ્રી રામ વિવાહ મહોત્સવ સમયે વર પક્ષ તરફથી મધ્ય પ્રદેશ સરકાર અને ઉજ્જૈનના મહાકાલ મંદિર દ્વારા ભક્તોમાં વહેંચવામાં આવનારા દેશી ઘીમાંથી બનેલા ૧,૧૧,૧૧૧ લાડુ જનકપુર મોકલી દેવામાં આવ્યા છે.

ayodhya ram mandir nepal national news news