30 October, 2022 02:31 PM IST | Telangana | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
કોંગ્રેસ(Congress)ની ભારત જોડો યાત્રાને 50 દિવસ પૂર્ણ થયા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા(Rahul gandhi Bharat Jodo yatra)સાથે સતત જોડાયેલા છે. આ દિવસોમાં પ્રવાસ તેલંગાણામાં છે. રાહુલે ગોલાપલ્લી જિલ્લામાંથી રવિવારે તેલંગાણામાં પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી બાળકો સાથે દોડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોંગ્રેસના કાર્યકરો પણ દોડતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ પહેલા બાળકો સાથે વાત કરે છે અને પછી અચાનક દોડવા લાગે છે. તેની સાથે જ તેમની સુરક્ષામાં લાગેલા જવાનો પણ દોડવા લાગે છે. આ પછી રાહુલ થોડીવાર રોકાઈ જાય છે અને ફરી દોડવા લાગે છે. આ વીડિયોને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંંચો:Halloween Stamphed:દક્ષિણ કોરિયાની આ તે કેવી હેલોવીન પાર્ટી જેણે લીધો 151 લોકોનો જીવ