29 December, 2022 08:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરનાર કૉંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન પોતાના લગ્નને લઈને સ્પષ્ટતાથી વાત કરી. તેમણે જણાવ્યું તે તેમને કેવી છોકરી સાથે લગ્ન કરવા છે. રાહુલ ગાંધીએ લગ્નના પ્રશ્ન પર કહ્યું કે તે એક એવી છોકરી સાથે જીવન પસાર કરવા માગશે, જેમાં તેમના માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધી બન્નેનાં ગુણ હોય.
કોંગ્રેસ નેતાએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની દાદી ઈન્દિરા ગાંધી વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું- ઈન્દિરા ગાંધી તેમના જીવનનો પ્રેમ છે, તેઓ તેમની બીજી માતા છે. આ પછી તેને પૂછવામાં આવ્યું - શું તમે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા માગો છો જેમાં તમારાં દાદી જેવા ગુણ હોય. તેના પર રાહુલે કહ્યું- આ એક રસપ્રદ પ્રશ્ન છે. મને એવી સ્ત્રી ગમશે કે જેમાં મારી માતા અને દાદી બંનેનાં ગુણ હોય. તે સરસ હશે. રાહુલ ગાંધીએ પણ આ ઈન્ટરવ્યુ પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યો છે.
મને પપ્પૂ કહેવું, એક પ્રોપેગેન્ડા કેમ્પેઈન
ટીકાકારો દ્વારા અલગ અલગ નામે બોલાવવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, "મને ફેર નથી પડતો તમે કોઈ પણ નામે મને બોલાવો. હું કોઈને નફરત નથી કરતો. તમે મને ગાળો ભાંડો કે મને મારો, હું તમને નફરત નહીં કરું."
રાહુલ ગાંધી તેમને `પપ્પૂ` કહેવાના મામલે તેને પ્રોપેગેન્ડા કેમ્પેઈન જાહેર કરી. તેમણે કહ્યું કે જે લોકો તેમને એમ કહીને બોલાવે છે, તે ડરને કારણે એમ કરી રહ્યા છે. તેમના જીવનમાં બીજું કંઈપણ નથી રહ્યું નથી. તે દુઃખી છે, કારણકે તેમના જીવનમાં સંબંધો બરાબર નથી, આથી તે અન્યને ગાળો આપી રહ્યા છે. હું આનું પણ સ્વાગત કરું છું. તે મને ગાળો આપી શકે છે અને મને અન્ય અનેક નામ આપી શકે છે મને ફેર નથી પડતો.
ભારત દેશ એક મોટી ક્રાંતિથી ચૂકી ગયો
કૉંગ્રેસના સાંસદે ભારતમાં ઈલેક્ટ્રિક વાહન (ઈવી) ક્રાંતિ પર કહ્યું, "મને નથી લાગતું કે આપણે તે કરી રહ્યા છીએ, જે આપણે કરવું જોઈએ. કારણકે, ઈવી ક્રાંતિ માટે એક પાયાની જરૂર હોય છે અને આપણી પાસે તે પાયો ક્યાંય નથી."
તેમણે કહ્યું કે, બેટરી, મોટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્પાદનનો પાયો નથી. આ રણનીતિ હેઠળ નથી કરવામાં આવ્યું, આ બધું એડ હૉક છે. તેમણે હકિકતતે આ વાતની સમજણ નથી કે આને કેવી રીતે કરવું જોઈએ. રાહુલ ગાંધીએ એ પણ ઉમેર્યું કે ભારત વધુ એક ક્રાંતિ કરતા ચૂક્યું અને તે છે ડ્રોન ક્રાંતિ. તેમણે કહ્યું કે આ માટે તે ખૂબ જ દુઃખી છે.
આ પણ વાંચો : કૉંગ્રેસનો 138મો સ્થાપના દિવસ, દેશ આખામાં ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમોની જુઓ ઝલક
રાહુલને સાઈકલ ચલાવવી ખૂબ જ ગમે છે
કન્યાકુમારીથી કશ્મીર સુધી પગપાળા યાત્રા કરતા રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની બાઈક અને સાઇકલ ડ્રાઈવિંગના પ્રેમ વિશે પણ વાત કરી. તેમણે એક ચીની ઈલેક્ટ્રિક કંપનીનો પણ ઉલ્લેખ કર્યો, જે ઇલેક્ટ્રિક મોટર સાથે સાઈકલ અને માઉન્ટેઇન બાઇક પણ બનાવે છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, "મેં ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવ્યું છે, પણ ઈલેક્ટ્રિક બાઈક ક્યારેય નથી. શું તમે આ ચીની કંપનીને જોઈ છે... તે ઈલેક્ટ્રિક મોટર્સવાળી સાઈકલ અને માઉન્ટેન બાઈક બનાવે છે... ખૂબ જ રસપ્રદ કૉન્સેપ્ટ છે..." તેમણે કહ્યું કે તેમની પાસે કાર નથી અને તેમની પાસે સીઆર-વી છે, જે તેમની માની છે.
રાહુલ ગાંધીએ એક અન્ય પ્રશ્ન પર જવાબ આપ્યો - "મને હકિકતે કારમાં કોઈ રસ નથી. મને મોટર બાઈકમાં પણ કોઈ રસ નથી, પણ મને મોટર બાઈક ચલાવવામાં રસ છે. હું એક કાર બરાબર કરી શખું છું, પણ મને કાર માટેનું જનૂન નથી. મને ઝડપથી ચાલવા, હવામાં ઉડવા અને પાણીમાં વહેવા અને જમીન પર આગળ વધવાનો વિચાર ખૂબ જ ગમે છે."
આ પણ વાંચો : હાશકારા સાથે હૉસ્પિટલમાંથી નીકળ્યા નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું કે તેમણે R1ને બદલે એક જૂના લૈંબ્રેટામાં વધારે સુંદર લાગે છે. તેમણે કહ્યું કે તે બાઈક ચલાવવાને બદલે સાઈકલ ચલાવવાનું પસંદ કરે છે કારણકે તેમાં પોતાની શક્તિનો ઉપયોગ થાય છે.