17 January, 2023 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) મંગળવારે હોંશિયાપુરથી શરૂ થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક જોવા મળી. એક વ્યક્તિ સુરક્ષા ઘેરો તોડીને રાહુલને ભેટી પડ્યો. પછી સુરક્ષા કર્મચારીઓએ તેને પાછળ ખસેડ્યો.
સોમવારે ભગવંત માન પર સાધ્યો હતો નિશાનો
સોમવારે ભારત જોડો યાત્રાના પંજાબમાં પાંચ દિવસ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ સોમવારે મુખ્યમંત્રી માનને નિશાને લીધા હતા. રાહુલે કહ્યું કે સીએમ માનને દિલ્હીમાં બેઠા અરવિંદ કેજરીવાલનું રિમોટ કન્ટ્રોલ ન બનવું જોઈએ. તેમણે સ્વતંત્ર રીતે રાજ્ય ચલાવવું જોઈએ.
તેમણે કહ્યું, અમે પંજાબમાં જેટલી વાર કૉંગ્રેસની સરકાર બનાવી, તે પંજાબમાંથી ચાલી. હિંદુસ્તાનના દરેક પ્રદેશનો પોતાનો ઈતિહાસ, ભાષા અને જીવવાની રીત હોય છે. હું પંજાબમાં સીએમ ભગવંત માનને કહેવા માગું છું કે તમે પંજાબના મુખ્યમંત્રી છો, પંજાબને પંજાબમાંથી જ ચાલવું જોઈએ. માનને અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના દબાણમાં ન આવવું જોઈએ. આ પંજાબના સન્માનની વાત છે. ખેડૂતો અને મજૂરોની વાત સાંભળીને પોતે નિર્ણય લેવા જોઈએ.
તેમણે કહ્યું કે અમારી વાત લોકસભા તેમજ રાજ્યસભામાં નથી સાંભળવામાં આવતી જ્યારે બોલવાની તક મળે છે ત્યારે માઈક ઑફ કરી દેવામાં આવે છે, આથી આ યાત્રા શરૂ કરવી પડી. કિસાન આંદોલનમાં શહીદ 700 ખેડૂતોની યાદમાં સંસદમાં બે મિનિટનું મૌન રાખવાનો પ્રસ્તાવ મૂક્યો તો કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂત શહીદ નહોતા.
આ પણ વાંચો : કૉંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું ભારત જોડો યાત્રા દરમિયાન અવસાન, જાણો વિગત
ડૉ. મનમોહન સિંહ પોતે પહોંચી જતા ખેડૂતોની પાસે
કેન્દ્ર સરકાર પર હુમલો સાધતા રાહુલે કહ્યું કે ભારતમાં જે વ્યક્તિ પરસેવો પાડે છે તે તપસ્વી છે. દેશમાં તપસ્વીઓ પર જ હુમલા થઈ રહ્યા છે. ખેડૂતોનું ઋણ માફ નથી થઈ રહ્યું. ફક્ત ત્રણ ચાર મોટા ઘરાનાનાન કરોડો રૂપિયાનું ઋણ માફ કરી દેવામાં આવે છે. ખેડૂત આંદોલનમાં 700 ખેડૂત શહીદ થયા. એક વર્ષ સુધી ખેડૂત રસ્તા પર બેઠા રહ્યા અને પીએમ મોદીએ એક મિનિટ પણ ખેડૂતો સાથે વાત નથી કરી. જો ડૉ. મનમોહન સિંહની સરકાર હોત તો તે પોતે ખેડૂતોની વાત સાંભળવા ઘટનાસ્થળે પહોંચી જાય.