10 June, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વેમાં જાણવા મળ્યું છે કે ૨૦૧૧-’૧૨ અને ૨૦૨૨-’૨૩ના સમયગાળા દરમ્યાન દેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાનતામાં ઘટાડો થયો છે.
આ આંકડા જાહેર થયા બાદ એવું લાગી રહ્યું છે કે અસમાનતાના મુદ્દે હવે દેશમાં ચર્ચાનો દોર શરૂ થશે. કેટલાક નિષ્ણાતો કહેશે કે અસમાનતા વધી છે, જ્યારે એક વર્ગ એમ કહેશે કે કોવિડ બાદ એમાં ઘટાડો થયો છે. ૨૦૨૨-’૨૩ની વાત કરવામાં આવે તો ગ્રામીણ ભારતમાં દર મહિને પર-કૅપિટા કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર (MPCE) ૩૭૭૩ રૂપિયા હતું, જ્યારે શહેરોમાં આ આંકડો ૬૪૫૯ રૂપિયા રહ્યો હતો. છત્તીસગઢમાં MPCE આંકડો ગ્રામીણ ભાગમાં ૨૪૬૬ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૪૪૮૩ રૂપિયા રહ્યો હતો. કેરલામાં આ આંકડો ૫૯૨૪ અને તેલંગણમાં ૮૧૫૮ રૂપિયા રહ્યો હતો.