Bengaluru Crime: 70 વર્ષનાં માજીનું આવું ક્રૂર મોત! અધધ ટૂકડાઓમાં કપાઈ લાશ

26 February, 2024 08:35 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Crime: આ મહિલાના મૃતદેહના અનેક ટુકડાઓ મળી આવ્યા હતા. ખૂબ જ કરૂણ રીતે આ મહિલાની લાશને ટુકડાઓમાં કાપવામાં આવી હતી.

હત્યાની પ્રતીકાત્મક તસવીર

બેંગલુરુમાંથી એક ચોંકાવનારો અને હચમચાવી નાખે એવો કિસ્સો (Bengaluru Crime) સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેઆર પુરમ વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. અહીં એક 70 વર્ષીય સિનિયર સીટીઝન મહિલાની લાશ મળી આવી છે. 

એટલું જ નહીં પણ કંપાવનાર સમાચાર (Bengaluru Crime) એ તો એ છે કે આ મહિલાના મૃતદેહના અનેક ટુકડાઓ મળી આવ્યા હતા. ખૂબ જ કરૂણ રીતે આ મહિલાની લાશને ટુકડાઓમાં કાપવામાં આવી હતી. 

ક્યાં મૂકવામાં આવી હતી લાશને?

પ્રાપ્ત માહિતી અનુસાર આ ૭૦ વર્ષીય મહિલાની લાશને કાપીને એક ડ્રમમાં મૂકી રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાપ માહિતી અનુસાર મહિલાની લાશને ખાલી જગ્યાએ રાખવામાં આવી હતી. લાશ કોઈ ખાલી જગ્યાએથી મળી આવી છે. 

શું કહ્યું પોલીસે આ મામલે?

આ ચોંકાવનારી ઘટના (Bengaluru Crime) અંગે પોલીસે માહિતી આપી હતી કે મહિલાની ઓળખ કરી લેવામાં આવી છે. ૭૦ વર્ષીય સિનિયર સીટીઝન મહિલાનું નામ સુશીલમ્મા તરીકે સામે આવ્યું છે. જે કેઆર પુરમ નજીક નિસર્ગ લેઆઉટ પાસે ભાડાના ફ્લેટમાં તેની પુત્રી સાથે રહેતી હતી. પીડિતા સાથે તેના ઘરમાં તેની પુત્રી અને અન્ય બે-ત્રણ સંબંધીઓ રહેતા હતા. તે ઉપરાંત અન્ય સંબંધીઓ આસપાસમાં જ રહે છે એવી માહિતી સામે આવી છે.

કઈ રીતે સમગ્ર મામલો આવ્યો પ્રકાશમાં?

એક જગ્યાએથી સતત દુર્ગંધ આવતી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. આ રીતે ફરિયાદ મળ્યા બાદ પોલીસે જે તે સ્થળે તપાસ કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યાં જ તપાસ દરમિયાન તેઓએ એક લાશ મળી આવી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના (Bengaluru Crime) કદાચ શનિવારે બની હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ગુનાના સ્થળની તપાસ કરવામાં લાગી ગયા છે. આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર સત્તાવાળાઓ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવનાર છે. તેઓ આ કેસની સક્રિયપણે તપાસ કરી જ રહ્યા છે. અને ટૂંક સમયમાં આ રીતે મહિલાઓની ક્રૂર હત્યા કરનારા આરોપીઓને પકડી પાડવામાં આવશે.

પોલીસે દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે અપરાધીઓએ મહિલાના હાથ અને પગ કાપી નાખ્યા (Bengaluru Crime) હતા. હાલ આરોપી ફરાર છે. તેની કોઈ જ ઓળખ થઈ શકી નથી. 

મીરા રોડનો ગયા વર્ષનો કેસ યાદ આવે 

ગયા વર્ષે જૂનમાં મીરા રોડમાં 36 વર્ષીય મહિલાની આ રીતે જ કથિત રીતે તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી અને તેની લાશના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. મહિલાના ઘરમાંથી તેના શરીરના 13 ટુકડા મળી આવ્યા હતા. આ સાથે જ આ કેસમાં તો આરોપીએ કોઈ દુર્ગંધ ન આવે તે માટે તેણે મહિલાના શરીરના ટુકસડાઓને પ્રેશર કૂકરમાં ઉકળ્યાં હતા.

national news bengaluru india Crime News