07 June, 2024 04:30 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
બૅન્ગલોરની વિશેષ અદાલતે શુક્રવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi gets Bail) માનહાનિ મામલે જામીન આપ્યા હતા. રાહુલ ગાંધી સામે કર્ણાટક ભાજપ દ્વારા સ્થાનિક અખબારોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને ભ્રષ્ટાચારી તરીકે બતાવતી જાહેરાતો પબ્લીશ કરવાના વિરોધમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણીમાં રાહુલ ગાંધી શુક્રવારે સવારે અદાલતમાં હાજર થયા હતા. અદાલતે રાહુલ ગાંધીને પહેલી જૂને જારી સમન્સના પાઠવી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી સાથે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને કૉંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર પર પણ ભાજપે માનહાનિનો ગુનો દાખલ કર્યો હતી જેથી અદાલતે તેમને પણ પહેલી જૂન સુધી જામીન આપવામાં આપ્યા હતા.
કર્ણાટક ભાજપ યુનિટ દ્વારા પહેલી જૂને રાહુલ ગાંધી વિરુદ્ધ ગેરહાજરી માટે નોન-બેલેબલ વોરંટ જારી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં કૉંગ્રેસના નેતાઓએ (Rahul Gandhi gets Bail) દલીલ કરી હતી કે રાહુલ ગાંધીનું કર્ણાટકમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલી જાહેરાતોથી કોઈ સંબંધ નથી. આ દલીલ બાદ અદાલતે રાહુલ ગાંધીની કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપી હતી, પરંતુ જણાવ્યું હતું કે તેઓ સાત જૂને સુનાવણીમાં હાજર રહેવા જોઈએ.
કર્ણાટક ભાજપ જનરલ સેક્રેટરી એસ. કેશવ પ્રસાદે 8 મે, 2023ના રોજ વિશેષ અદાલતમાં ખાનગી ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસના નેતાઓ શિવકુમાર, સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધીએ 2019થી 2023 દરમિયાન રાજ્યમાં ભાજપ સરકારના (Rahul Gandhi gets Bail) શાસનને ભ્રષ્ટાચારી કહીને સંબોધિત કરી રહ્યા છે. પ્રસાદે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે ભાજપને બદનામ કરી છે. આ સાથે ભાજપ કર્ણાટકમાં પક્ષની આગેવાની હેઠળના વિવિધ પદવીઓ માટે કિંમતો નક્કી કરી કરે છે જેમકે સીએમના પદ માટે રૂ. 2,500 કરોડ અને મંત્રીના પદ માટે રૂ. 500 કરોડ, જેના પરિણામે શાસનમાં ભ્રષ્ટાચાર થયો હતો, એવો આરોપ કૉંગ્રેસે કર્યો હતો.
કેશવે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે કૉંગ્રેસે 5 મે, 2023ના રોજ અખબારોમાં જાહેરાતો પણ મૂકી હતી, જેમાં કોવિડ કિટ ટેન્ડર ડીલ્સમાં 75 ટકાના કમિશન્સ, PWD ટેન્ડરો માટે 40 ટકાના કમિશન્સ અને ધાર્મિક સંગઠનોને ગ્રાન્ટ માટે 30 ટકાના કમિશન્સ જેવી અન્ય ડીલ્સ ભાજપે કર્યા હોવાના આરોપ લગાવ્યા હતા. જેથી તે ચૂંટણી દરમિયાન ભાજપ માટે અપમાનજનક હતા”.
આ મામલે વિશેષ અદાલતે 11 માર્ચ, 2024ના રોજ કૉંગ્રેસ નેતાઓને સમન્સ મોકલ્યા કર્યા હતા. રાહુલ ગાંધીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણી 2024ના કારણે અદાલતમાં (Rahul Gandhi gets Bail) હાજર થઈ શકતા નથી અને તેમણે જૂનમાં તેઓ હાજર રહેશે એવી માગણી કરી છે. આ સાથે શિવકુમારે પણ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં પ્રચાર કરી લાભ લેવા માટે રાહુલ ગાંધીનું નામ આ કેસમાં સામેલ કર્યું હતું”.