Bengaluru Cafe blast: જાણીતા કૅફેમાં થયો ધમાકો! વિસ્ફોટમાં કેટલાંક થયાં ઘાયલ

01 March, 2024 04:38 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Cafe blast: બેંગલુરુમાં કેફેમાં ભયંકર બ્લાસ્ટ થવાને કારણે અત્યારસુધી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

બ્લાસ્ટની પ્રતીકાત્મક તસવીર

બેંગલુરુની લોકપ્રિય રેસ્ટોરન્ટ રામેશ્વરમ કેફેમાં મોટી દુર્ઘટના (Bengaluru Cafe blast) સામે આવી છે. પ્રાપ માહિતી અનુસાર અહીં કેફેમાં મોટો બ્લાસ્ટ થયો હતો. બેંગલુરુમાં કેફેમાં ભયંકર બ્લાસ્ટ થવાને કારણે અત્યારસુધી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

શા માટે આ બ્લાસ્ટ થયો હતો? 

પ્રાપ્ત અહેવાલો અનુસાર કેફેમાં સિલિન્ડર ફાટવાના કારણે આ ભીષણ આગ લાગી હતી. અત્યારે તો ઘાયલ લોકોની વાસ્તવિક સંખ્યા વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી શકી નહોતી પરંતુ એટલા અહેવાલ મળી રહ્યા છે એકે આ દુર્ઘટના (Bengaluru Cafe blast)ને કારણે પાંચ લોકોને ગંભીર ઇજા થવાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કેટલા વાગ્યે આ દુર્ઘટના બની હતી?

પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે 1 વાગ્યાની આસપાસ કેફેમાં વિસ્ફોટ થયો હતો. એવી પણ માહિતી સામે આવી રહી છે કે રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયા બાદ વ્હાઇટફિલ્ડ વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કાફે બેંગલુરુમાં સૌથી લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એક છે.

વ્હાઇટફિલ્ડ ફાયર સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ સૌ પ્રથમ તેઓને ફોન દ્વારા માહિતી મળી હતી કે રામેશ્વરમ કેફેમાં સિલિન્ડર વિસ્ફોટ થયો છે. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની શરૂઆત કરી હતી.

પોલીસને પણ કરવામાં આવી જાણ 

બ્લાસ્ટ (Bengaluru Cafe blast) અંગે તરત જ HAL પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડીસીપી પોતે નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચી ગયા હતા. 

સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ એકસાથે મળીને હાલ પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તેની તપાસ બાદ જ બ્લાસ્ટનું સાચું કારણ બહાર આવશે. બેંગલુરુ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રમાં આવેલા રામેશ્વરમ કાફેમાં અચાનક બપોરના સમયે વિસ્ફોટ થયો હતો. 

કેટલા લોકો ઘાયલ થયા છે? 

બેંગલુરુના કુંડલાહલ્લીમાં આજે એક કાફેમાં થયેલા વિસ્ફોટ (Bengaluru Cafe blast)માં પાંચ લોકો ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લોકપ્રિય રેસ્ટોરન્ટ, રામેશ્વરમ કાફેમાં વિસ્ફોટનું થયતો એ પાછળ કયા કારણો જવાબદાર છે? પ્રાપ અહેવાલો અનુસાર ઘાયલ લોકોમાંથી ત્રણ કાફેના કર્મચારી હોવાનું જ જાણવા મળ્યું છે, જ્યારે એક ગ્રાહક પણ ઘાયલ થયો છે. એમ પોલીસે જણાવ્યું હતું. અત્યારે તો ચાર ઘાયલ લોકોને બ્રુકફિલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે ત્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. અત્યારે તો ઘટના સ્થળે (Bengaluru Cafe blast) બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ કાફેમાં પહોંચી ગઈ છે અને જરૂરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

national news bengaluru india fire incident