17 October, 2023 09:45 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ઝોમેટોની ડિલીવરી કરતી છોકરીનો સ્ક્રીન ગ્રૅબ
Beautiful Zomato Delivery Girl: એક વીડિયો વાયરલ થયો જેમાં એક છોકરી ઈન્દોર શહેરમાં યામાહા R15 મોટરસાઈકલ ચલાવી રહી હતી અને તેના ખભે ઝોમેટો ડિલીવરી બૅગ હતી. આ વીડિયો એખ પ્લેટફૉર્મ પર રાજીવ મેહતા નામના યૂઝરે શૅર કર્યો છે.
Beautiful Zomato Delivery Girl: સોશિયલ મીડિયા લોકોને એક-બીજા સાથે જોડાવા અને પોતાની વાત કજૂ કરવા માટેનું એક નવું પ્લેટફૉર્મ બની ચૂક્યું છે. જો કે, આ એક શક્તિશાળી પ્લેટફૉર્મ છે. સોશિયલ મીડિયાએ લોકોના જીવનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ, એક વીડિયો વાયરલ થયો જેમાં એક છોકરી ઈન્દોર શહેરમાં યામાહા R15 મોટરસાઈકલ ચલાવી રહી હતી અને તેના હાથમાં ઝોમેટો ડિલીવરી બૅગ હતી. આ વીડિયોને એક પ્લેટફૉર્મ પર રાજીવ મેહતા નામના યૂઝરે શૅર કર્યો છે. જેવું તમે વીડિયોમાં જોઈ શકો છો કે જ્યારે તે છોકરી બાઈક ચલાવી રહી હતી ત્યારે તેની આસપાસના લોકો તેને જ જોઈ રહ્યા હતા.
ઝોમેટો ગર્લે ઈન્ટરનેટ પર મચાવ્યો ધમાલ
એક વીડિયોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે, જેમાં એક છોકરીને ઝોમેટો-બ્રાન્ડેડ જર્સી અને હાફ જીન્સ પહેરીને યામાહા આર15ની સવારી કરતા બતાવવામાં આવી છે. તેના વાળ ભૂરા છે, તેણે ચશ્મા પહેર્યા છે અને પોતાની બાઈક પર ઝોમેટોની બૅગ લટકાવી રાખી છે. વીડિયોમાં, તે ટ્રાફિકમાં દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી જોવા મળે છે. લોકો તેને તાકી રહે છે. જો કે, ઝોમેટોના સીઈઓ દીપિંદર ગોયલે સ્પષ્ટ કર્યું છે કે આ રિપૉર્ટ સત્ય નથી. છોકરીના કંપની માટે કામ કરવાને લઈને કોઈપણ માહિતી નથી. વીડિયોને અનેક લાઈક્સ મળી અને કોમેન્ટ્સ સાથે 1.1 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
વીડિયો પર લોકોએ આપ્યા જબરજસ્ત રિએક્શન્સ
Beautiful Zomato Delivery Girl: આ વાયરલ વીડિયો પર દર્શકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી, જેમાંથી એક યૂઝરે હેલમેટ ન પહેરવાને લઈને પ્રશ્ન ઉઠાવ્યા. બીજાએ મજાકમાં એક ફિલ્મના એક સીન વિશે વાત કરી. કેટલાકે મૉડલની સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવ્યા અને આને માર્કેટિંગ સ્ટન્ટ કહી દીધો. દીપેન્દરે કૅપ્શનમાં લખ્યું, "અરે! અમારો આની સાથે કોઈ સંબંધ નહોતો. અમે હેલમેટ વગર બાઈક ચલાવવાનો સપૉર્ટ નથી કરતા. આ સિવાય અમારી પાસે `ઈન્દોર માર્કેટિંગ હેડ` પણ નથી. એવું લાગે છે કે આ કોઈક અમારી બ્રાન્ડ પર `ફ્રી-રાઈડિંગ` કરી રહ્યું છે. અમારી પાસે સેંકડો મહિલાઓ છે જે પોતાના પરિવાર માટે આજીવિકા કમાવવા માટે દરરોજ જમવાનું વેચે છે."
ઉલ્લેખનીય છે કે ઝોમેટો એ એક ફૂડ ડિલીવરી પાર્ટનર છે. અને આ પ્રકારના અનેક વીડિયોઝ વાયરલ થતાં જોવા મળે છે જેમાં કંપની ઘણીવાર પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ઘણીવાર ચોખવટો પણ આપે છે. આ વખતે પણ કંપનીના સીઈઓએ આ મામલે ચોખવટ કરવી પડી.