શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરશે ભારત? બાંગ્લાદેશના વિરોધી પક્ષે ભારતને કરી આવી અપીલ

21 August, 2024 05:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Bangladesh’s Opposition Party: બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર શેખ હસીનાના પ્રત્યાર્પણ પર વિચાર કરી રહી છે.

શેખ હસીના ફાઇલ તસવીર

બાંગ્લાદેશમાં સત્તા બદલાઈ છે. અનામત સામેના વિરોધ બાદ ત્યાંના વડા પ્રધાન શેખ હસીનાએ (Bangladesh’s Opposition Party) પોતાની દેશ છોડી ભારતના આવવું પડ્યું છે, પરંતુ ભારતમાં પણ તેમની મુશ્કેલીઓ શરૂ થઈ છે. બાંગ્લાદેશમાં હસીના સામે સતત કેસ નોંધાઈ રહ્યા છે. હવે તેના પ્રત્યાર્પણની માગ પણ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર શેખ હસીનાના પ્રત્યાર્પણ પર વિચાર કરી રહી છે. આ દરમિયાન ખાલિદા ઝિયાના કમાન્ડરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમનું કહેવું છે કે ભારતે શેખ હસીનાને આશ્રય આપીને યોગ્ય કર્યું નથી.  બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP એટલે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ભારત સામે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી છે, જેથી બાંગ્લાદેશમાં હસીના પર કેસ ચલાવી શકે. બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ હત્યા સહિતના અનેક ગુના કેસ નોંધાયા છે. મંગળવાર સુધીમાં હસીના સામે નોંધાયેલા કેસની સંખ્યા 25ની આસપાસ પહોંચી ગઈ હતી.

અહેવાલ મુજબ BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીરે કહ્યું, `અમે ભારતને અપીલ કરીએ છીએ કે શેખ હસીનાને કાયદેસર રીતે બાંગ્લાદેશ સરકારને સોંપે. બાંગ્લાદેશની જનતાએ તેમના કેસનો ચુકાદો આપ્યો છે. તેમને આ કેસનો સામનો કરવા દો. `આલમગીરે (Bangladesh’s Opposition Party) કહ્યું કે ભારતે શેખ હસીનાને આશરો આપીને યોગ્ય કર્યું નથી. આ લોકશાહી સિદ્ધાંતોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા સાથે સુસંગત નથી. તેમણે આરોપ કર્યો કે શેખ હસીના ભારતમાં રહીને બાંગ્લાદેશમાં ક્રાંતિને નિષ્ફળ બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરીને આલમગીરે એક રીતે આડકતરી રીતે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. શેખ હસીના વિશે તેમણે કહ્યું કે, `હું આ વાત મજબૂત રીતે કહી રહ્યો છું અને અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મને નથી લાગતું કે બાંગ્લાદેશના લોકોના દુશ્મન (શેખ હસીના)ને આશ્રય આપીને ભારત વધુ પ્રેમ મેળવી શકે છે. જો કે, શેખ હસીનાની પાર્ટી અવામી લીગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી છે. અવામી લીગે શેખ હસીના સામે નોંધાયેલા કેસોને ખોટા અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. નવી દિલ્હી અને ઢાકા (Bangladesh’s Opposition Party) વચ્ચે 2013માં પ્રત્યાર્પણ સંધિ પર કરાર થયો હતો. આ સંધિ હેઠળ, બંને દેશોએ એક બીજાના નાગરિકોને સોંપવાની જરૂર છે જેમની સામે કોઈપણ ગુના માટે કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સંધિ હેઠળ કેટલાક ભાગેડુઓને ભારત લાવવામાં આવ્યા છે અને કેટલાકને બાંગ્લાદેશ પરત પણ મોકલવામાં આવ્યા છે. આ પ્રત્યાર્પણ સંધિમાં વર્ષ 2016માં સુધારો કરવામાં આવ્યો હતો. આ ગુનાઓમાં નાણાકીય ગુનાઓનો પણ સમાવેશ થાય છે, જેના કારણે એક વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે છે. BNPનું કહેવું છે કે શેખ હસીના વિરુદ્ધ નોંધાયેલા હત્યા અને ખંડણીના કેસ પ્રત્યાર્પણ શ્રેણીમાં છે. જેથી હવે ભારત સરકાર બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશ ફરી મોકલશે તે બાબતે હવે ભવિષ્યમાં જ જાણવા મળશે.

sheikh hasina bangladesh india national news indian government