બાંગ્લાદેશમાં હિન્દુ પુજારીની ધરપકડનો પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ પણ કર્યો વિરોધ

28 November, 2024 09:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Bangladesh ISKCON Priest Arrested Row: બાંગ્લાદેશના ઘણા ભાગોમાં લોકો તેમની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમની મુક્તિની માગ કરી હતી. ભારતમાં પણ ઘણા લોકોએ ચિન્મય દાસની ધરપકડનો વિરોધ કર્યો છે.

બાંગ્લાદેશમાં હિંસાચાર અને પૂર્વ વડા પ્રધાન શેખ હસીના (ફાઇલ તસવીર)

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય દાસની ધરપકડનો સતત વિરોધ થઈ રહ્યો છે. આ ધરપકડને લઈને દેશમાં ઘણી જગ્યાએ હિંસાચાર થઈ રહ્યા છે. આ વાતને લઈને બાંગ્લાદેશ (Bangladesh ISKCON Priest Arrested Row) છોડીને ભારતમાં આશરો લેવા આવેલા પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ પણ ચિન્મય દાસની ધરપકડની નિંદા કરી છે અને ત્યાંની વચગાળાની સરકાર પાસે તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ જૂથ (Bangladesh ISKCON Priest Arrested Row) સમિષ્ઠ સનાતની જોટના નેતા અને ઈસ્કોન ટ્રસ્ટના સચિવ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, જેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. બાંગ્લાદેશના ઘણા ભાગોમાં લોકો તેમની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમની મુક્તિની માગ કરી હતી. ભારતમાં પણ ઘણા લોકોએ ચિન્મય દાસની ધરપકડનો વિરોધ કર્યો છે અને કેન્દ્ર સરકારને આ મામલો બાંગ્લાદેશ સરકાર સાથે ઉઠાવવાની માગ કરી છે. આ સિવાય શેખ હસીનાએ સુરક્ષા દળો અને ચિન્મય કૃષ્ણ દાસના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણ દરમિયાન વકીલની હત્યાનો પણ વિરોધ કર્યો છે.

આ મામલામાં ન્યાયની માગણી કરતાં હસીનાએ (Bangladesh ISKCON Priest Arrested Row) કહ્યું કે, `હું આ હત્યા સામે સખત વિરોધ વ્યક્ત કરું છું. આ હત્યામાં સંડોવાયેલા લોકોને વહેલી તકે શોધીને સજા કરવી પડશે. શેખ હસીનાએ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પર માનવ અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, `આ ઘટના દ્વારા માનવ અધિકારનું ઉલ્લંઘન થયું છે. એક વકીલ પોતાની વ્યાવસાયિક ફરજો નિભાવવા ગયો હતો અને તેને આ રીતે માર મારવામાં આવ્યો હતો. તેઓ આતંકવાદી છે. તેઓ જે પણ છે, તેમને સજા થશે. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે જો ન્યાય નહીં મળે તો પરિણામ ભોગવવું પડશે.

હિન્દુ સંગઠને વિરોધ માર્ચ કાઢ્યો અહીં, કોલકાતામાં (Bangladesh ISKCON Priest Arrested Row) બાંગિયા હિન્દુ જાગરણ મંચના સભ્યોએ પાડોશી દેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચાર અને આધ્યાત્મિક નેતા ચિન્મયની ધરપકડના વિરોધમાં ગુરુવારે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરની ઑફિસ સુધી રેલી કાઢી હતી. સિયાલદહ સ્ટેશનથી બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે રસ્તામાં અટકાવ્યા હતા. વિરોધકરતાંઓને દક્ષિણ કોલકાતાના (Bangladesh ISKCON Priest Arrested Row) બેકબાગનમાં ડેપ્યુટી હાઈ કમિશન ઓફિસ સુધી પહોંચતા અટકાવવા પોલીસે બેરીકેટ્સ ગોઠવી દીધા હતા. બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ, જેઓ 170 મિલિયનની વસ્તીના માત્ર 8 ટકા છે, 5 ઑગસ્ટના રોજ શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી 50 થી વધુ જિલ્લામાં 200 થી વધુ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. હિન્દુ આધ્યાત્મિક નેતા દાસની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પછી તેમને અદાલતે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે રાજધાની ઢાકા અને બંદર શહેર ચિત્તાગોંગ સહિત વિવિધ સ્થળોએ સમુદાયના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

bangladesh jihad iskcon sheikh hasina kolkata bengal hinduism