છત્તીસગઢમાં હિંસક બન્યું વિરોધ પ્રદર્શન, સેંકડો વાહનોને આગ ચંપાઈ

10 June, 2024 07:27 PM IST  |  Raipur | Gujarati Mid-day Online Correspondent

દશેરા ગ્રાઉન્ડ પર લોકો એકસાથે વિરોધ કરી રહ્યા હતા અને થોડી જ વારમાં વિરોધે હિંસક વળાંક લઈ લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

સોમવારે મોટી સંખ્યામાં સતનામી સમુદાયના લોકો છત્તીસગઢ (Baloda Bazar Protest)ના બાલોદા બજારમાં પહોંચ્યા, જ્યાં તેઓએ કલેક્ટરનો ઘેરાવ કર્યો અને ઊગ્ર વિરોધ કર્યો હતો. દશેરા ગ્રાઉન્ડ પર લોકો એકસાથે વિરોધ કરી રહ્યા હતા અને થોડી જ વારમાં વિરોધે હિંસક વળાંક લઈ લીધો હતો. જોકે, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ (Baloda Bazar Protest) પર તહેનાત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ, કે આ પ્રદર્શન તાજેતરમાં ધાર્મિક પ્રતીક અમર ગુફાની તોડફોડ અને જેતખામ તોડવાના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે.

છત્તીસગઢ (Baloda Bazar Protest)ના નાયબ મુખ્યપ્રધાન વિજય શર્માએ જણાવ્યું હતું કે, “15-16 માર્ચની વચ્ચેની રાત્રે પવિત્ર અમર ગુફામાં આદરણીય જૈત ખામને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈની સૂચના મુજબ સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડનાર આ ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે.”

વાસ્તવમાં, સતનામી સમુદાયના મંદિર અને જેતખામને તોડી પાડવાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈ તપાસ સમિતિની રચના ન થતા આજે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીમાં ઘૂસી ગયા હતા.

અનેક વાહનો અને ઈમારતોને આગ ચાંપવામાં આવી

વાસ્તવમાં, સતનામી લોકો સમુદાય માટે ધાર્મિક પ્રતીક અમર ગુફાને તોડી પાડવાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ બલોડા બજારમાં બેરીકેટ્સ તોડીને કલેક્ટર કચેરીમાં ઘૂસીને વિરોધ શરૂ કર્યો હતો. ત્યાં આસપાસના અનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. બલોદા માર્કેટમાં આવેલી બિલ્ડીંગમાં આગ લાગી છે. બીલ્ડિંગ આગ લાગવાને કારણે ઉપરના માળે આગ લાગી હતી. તેમણે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જાણો શું હતો મામલો

કહેવાય છે કે 15-16 મેની રાત્રે ગીરોડપુરી ધામની પવિત્ર અમર ગુફા પાસે કેટલાક અસામાજિક તત્વોએ જેતખંભને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. બીજી તરફ સમાજનું કહેવું છે કે આ કેસમાં પડદા પાછળ હજુ પણ ઘણા આરોપીઓ છે, જેમની ધરપકડ થવી જોઈએ. સમાજની માંગ પર રાજ્ય સરકારે પણ ન્યાયિક તપાસ કરવાની જાહેરાત કરી છે.

250થી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અનેક ફોર વ્હીલર્સને આગ ચાંપી દેવામાં આવી હતી. ફાયર એન્જિનમાં પણ આગ લાગી હતી. રોષે ભરાયેલા ટોળાએ કલેક્ટર કચેરી પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે કોઈક રીતે ટોળાને વિખેરી નાખ્યું હતું. સ્થળ પર હાજર કલેક્ટર અને એસ.પી. પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાયપુરથી વધારાનું પોલીસ દળ રવાના થયું

બાલોડાબજાર કલેક્ટર કચેરી ખાતે ચોક્કસ સમુદાયના હિંસક પ્રદર્શનનો સામનો કરવા માટે રાયપુરથી વધારાની પોલીસ દળ રવાના કરવામાં આવી છે. રમખાણ નિયંત્રણ ટીમ સાથે ટીયર ગેસની ટીમ પણ રવાના કરવામાં આવી છે. પોલીસ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી છે.

fire incident chhattisgarh india national news