Ahmedabad : વરસાદને કારણે બાગેશ્વર ધામના દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ, જાણો વિગતે

29 May, 2023 02:21 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આઈપીએલના (IPL 2023) ફાઈનલ મેચ બાદ હવે ગુજરાતમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે થનારો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ બાદ વાદળાઓ ઘેરાયા છે.

પ્રતીકાત્મક તસવીર

આઈપીએલના (IPL 2023) ફાઈનલ મેચ બાદ હવે ગુજરાતમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે થનારો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ બાદ વાદળાઓ ઘેરાયા છે. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ પણ થઈ શકી નહોતી અને રાતે સાડા દસ વાગ્યે મેચને રિઝર્વ ડે માટે લંબાવી દીધી હતી. તો ત્યાં આજે સાંજે એસપી રિંગ રોડ પર જે જગ્યાએ બાગેશ્વર ધામ સરકારનું દિવ્ય દરબાર લાગવાનું હતું ત્યાં પાણી ભરાયેલું છે. આથી આજનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો ચે. રાધિકા સેવા સમિતિના પુરુષોત્તમ શર્માએ આની પુષ્ઠિ કરી છે.

સાંજે કેવું રહેશે વાતાવરણ?
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રિઝર્વ ડે પર રમાતી મેચ પર વરસાદનું જોખમ ફરી રહ્યું છે, જો કે, રિઝર્વ ડે પર કાલની જેમ જ વરસાદની શક્યતા નથી. અમદાવાદમાં સોમવારે તડકો રહેશે પણ સાંજે વાદળ ઘેરાઈ શકે છે. મેચ દરમિયાન  વરસાદની લગભહ 10 ટકા શક્યતા છે. આદ્રતા 45-50 ટકા વચ્ચે રહી શકે છે. હવાની ગતિ 11 કિમી પ્રતિ કલાક રહેવાની આશા છે.

આ પણ વાંચો : ISROએ NVS-01 નેવિગેશન સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો, શું છે વિશેષતા?

વરસાદે બગાડ્યો ખેલ
રવિવારે અમદાવાદ શહેરમાં મેચ શરૂ થતાં હેલા જ ભારે વરસાદ નોંધાયો હતો. એટલું જ નહીં કેટલાક સ્થળે બરફ પણ પડ્યો હતો. અમદાવાદમાં ચાંદખેડા એરિયામાં વધારે વરસાદ થયો હતો. આ ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ આવેલું છે. દર્શકોને વરસાદ વચ્ચે મુશ્કેલીઓમાં પાછા ફરવું પડ્યું હતું. તો હવે બાગેશ્વર બાબાના દરબાર પર વરસાદની અસર પડી રહી છે અને આજના કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ કવાની પાછળ વરસાદ અને ગઈ કાલે આવેલા તોફાનમાં ક્ષતિગ્રસ્ત થયેલ પંડાલને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

national news gujarat gujarat news ipl 2023 gujarat titans chennai super kings