હવે શરૂ બાબા vs બાબા: હાથરસ દુર્ઘટના બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ નારાયણ હરિ સાકારની કરી ટીકા

06 July, 2024 06:04 PM IST  |  Varanasi | Gujarati Mid-day Online Correspondent

Bageshwar Baba on Hathras Stamped: પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે અમને મળેલી માહિતી મુજબ તેઓ પરંપરાના સંત નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રી અને નારાયણ હરિ સાકાર

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાને લઈને હવે અનેક નવા ખુલાસાની સાથે ધાર્મિક કાર્યકર્મમાં પ્રવચન આપવા આવેલા નારાયણ હરિ સાકાર ઉર્ફે ભોલે બાબાની (Bageshwar Baba on Hathras Stamped) દેશના અનેક સંતો અને ધાર્મિક ગુરુઓ તરફથી ટીકા કરવામાં આવી રહી છે. તેમ જ આજે ઘટનાના પાંચ દિવસ બાદ પહેલી વખત ભોલે બાબાએ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મામલે હવે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લીધે ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ હાથરસ નાસભાગની દુર્ઘટના પર પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે નારાયણ હરિ સાકાર પર નિશાન પણ સાધ્યું છે અને તેમના પર અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત કર્યા છે.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર ધામ બાબાએ (Bageshwar Baba on Hathras Stamped) નારાયણ હરિ સાકારના પહેરવેશ પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે તેમણે લોકોને આવા પાખંડી લોકોથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. બાગેશ્વર બાબાએ કહ્યું કે કથાકાર કે સંત પોતાના કરતાં લોકોની વધુ ચિંતા કરે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે અમને મળેલી માહિતી મુજબ તેઓ પરંપરાના સંત નથી. બીજી વાત એ છે કે કોઈ વિચિત્ર પરિસ્થિતિને કારણે ત્યાં આ ઘટના બની હતી. ત્રીજી વાત એ છે કે આપણે કોઈને પહેલી વાર ચંપલ પહેરીને ઉપદેશ કરતા જોયા છે. ચોથી વાત એ છે કે બાબા કે મહાત્મા એ છે જે પોતાની રક્ષા કરતા ભક્તોની વધુ રક્ષા કરે છે. પાંચમી વાત એ છે કે ત્યાં કંઈક તો હશે જ. ઉપરાંત, તૈયારીઓમાં કંઈક ખામી રહી હશે.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવી જગ્યાઓથી દૂર રહે. તેમણે કહ્યું આવા સ્થળોની ઓછી મુલાકાત લો અને સાવચેત રહો. ગુરુને દૂરથી જોઈએ તો પણ તમારું કલ્યાણ થાય છે. હાથરસની ઘટના બાદ બાગેશ્વર સરકાર નારાયણ હરિ સાકાર (Bageshwar Baba on Hathras Stamped) સામે પ્રશ્ન ઉઠાવી તેમની ટીકા કરી રહ્યા છે. હવે નારાયણ હરિ સાકરે આ ઘટના બાદ એક વીડિયો જાહેર કરીને લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. આ બાબા વર્સેસ બાબાની લડાઈ વચ્ચે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હવે ઑસ્ટ્રેલિયા ગયા છે. તેઓ આગામી કેટલાક દિવસો સુધી ત્યાં જ રહેવાના છે અને હનુમાનજીની કથાનું કાર્યક્રમ કરશે. બાગેશ્વર સરકાર છથી 18 જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાં તેઓ બ્રિસ્બેન, મેલબોર્ન અને સિડનીમાં કથા કહેશે. બાગેશ્વર સરકારની કથા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે થાય છે. હવે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ તેઓ  કથા કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં બાગેશ્વર સરકારી દુબઈમાં કથા યોજાઇ હતી.

uttar pradesh national news hinduism varanasi dhirendra shastri bageshwar baba