27 December, 2024 12:48 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અયોધ્યામાં આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ જેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી એવા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકારના શ્રી વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ ૧૧ જાન્યુઆરીએ મનાવવામાં આવશે. એને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે મનાવવામાં આવશે. આ નિમિત્તે દિવસભર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમો નીચે મુજબ યોજવામાં આવશે...
યજ્ઞ મંડપ (મંદિર પરિસર)
શુક્લ યજુર્વેદના મંત્રોથી અગ્નિહોત્ર (સવારે આઠથી ૧૧ વાગ્યા સુધી અને બપોરે બેથી સાંજે પાંચ વાગ્યા સુધી)
૬ લાખ શ્રી રામ મંત્ર જાપ તથા રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા આદિના પાઠ.
મંદિર ભૂતલ પર કાર્યક્રમ
રાગ સેવા (બપોરે ત્રણથી પાંચ)
બધાઈગાન (સાંજે છથી ૯)
યાત્રી સુવિધા કેન્દ્રનો પહેલો માળ
સંગીતમય રામચરિત માનસ પાઠ
અંગદ ટીલા
રામકથા (બપોરે બેથી ૩.૩૦)
રામચરિત માનસ પ્રવચન (બપોરે ૩.૩૦થી પાંચ)
સાંસ્કૃતિક કાર્યક્રમ (સાંજે ૫.૩૦થી ૭.૩૦)
ભગવાનના પ્રસાદનું વિતરણ (પ્રાતઃકાળથી)