રામ લલ્લાનાં દર્શનેથી આવતા નડ્યો અકસ્માત: બેનાં મોત, ત્રણ જખમી

06 May, 2024 12:30 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

Ayodhya accident: કારમાં રહેલા દરેક પ્રવાસીઓ યુપીના પ્રયાગરાજના રહેવાસી હતા અને તેઓ અયોધ્યાથી શ્રી રામ લલ્લાના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક ભારે ભરખમ ડમ્પર અને કારની જોરદાર ટક્કર (Ayodhya accident) થતાં બે લોકોનું મૃત્યુ થવાની ઘટના બની છે. ડમ્પર સાથે અથડાયાના તરત જ બાદ કારને આગ લાગી હતી. આ કારમાં કુલ પાંચ લોકો હતા, જેમાંથી બેનું મૃત્યુ થયું છે, તો બાકીના ત્રણની હાલત અત્યંત ગંભીર છે. મળેલી માહિતી મુજબ આ કારમાં રહેલા દરેક પ્રવાસીઓ યુપીના પ્રયાગરાજના રહેવાસી હતા અને તેઓ અયોધ્યા (Ayodhya) થી શ્રી રામ લલ્લાના દર્શન (Ayodhya Ram Mandir) કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

પ્રતાપગઢના નગર કોતવાલીના સોનાવ નજીક પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે (Prayagraj-Ayodhya Highway) પર એક ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત (Ayodhya accident) સર્જાયા કારને (Car caught fire after accident) આગ લાગી હતી. આ અકસ્માત આટલો ગંભીર હતો કે ડમ્પરની ટક્કર વાગતા જ કારમાં રહેલા બે લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને બીજા ત્રણ લોકો ગંભીર રીતે જખમી થયા હતા. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે દાખલ થઈને બે મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે જખમી થયેલા ત્રણ લોકોને નજીકની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આજે એટલે કે છ એપ્રિલે વહેલી સવારે પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે પર એક ઝડપી કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં કારને આગ લાગી હતી. આ કારમાં કુલ પાંચ લોકો અયોધ્યાથી શ્રી રામ લલ્લાના દર્શન (Shri Ram Mandir Ayodhya) કરીને પોતાના ઘરે પ્રયાગરાજ પરત આવી રહ્યા હતા, જોકે આ દરમિયાન અકસ્માત થતાં બેનું મોત થયું હતું અને બાકીના ત્રણ લોકો જખમી થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એવી માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.

આ મામલે એક અધિકારીએ કહ્યું હતી કે, આ અકસ્માતમાં (Ayodhya accident) ગંભીર રીતે જખમી થયેલા ત્રણ લોકોની હાલત ગંભીર થતાં તેમની હૉસ્પિટલમાં જ સારવાર ચાલી રહી છે. આ અકસ્માત પ્રયાગરાજ હાઇવે પર સિટી કોતવાલી ક્ષેત્રમાં આવેલા સોનાવાના પોલિટેકનિકલ કૉલેજ નજીક થયો હતો.

આ અકસ્માતમાં ગંભીર થયેલા લોકોમાં પ્રયાગરાજના (Prayagraj) ચકતાના વિસ્તારમાં રહેલા અખિલ સાહુ (18 વર્ષ), કરેલી કરેડાના સત્યમ સાહુ (24 વર્ષ) અને વિવેક (24 વર્ષ) આમ ત્રણ લોકો ખૂબ જ ગંભીર રીતે જખમી થયા છે. જોકે આ ઘટનામાં મૃત્યુ થયેલા વ્યક્તિઓ બાબતે કોઈપણ માહિતી જાહેર કરવામાં આવી નથી, એવું પોલીસ અધિકારીએ કહ્યું હતું.

અકસ્માતમાં ગંભીર રીતે જખમી થયેલા લોકોને પ્રયાગરાજની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના પર સારવાર કરવામાં આવી રહી છે. આ અકસ્માત બાદ પોલીસે તપાસ શરૂ કરી છે, જોકે અકસ્માત પછી ટ્રક ચાલક ક્યાં છે, અને આ અકસ્માતમાં કોની ભૂલ હતી તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એવી માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી હતી.

ram mandir road accident uttar pradesh ayodhya national news