22 November, 2024 12:30 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિયાળો બેસી જવાને કારણે દેશમાં દિલ્હી સહિત ઘણાં ઍરપોર્ટ પર ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ જાય છે એટલે વિમાનોની સેવાને ઘણી અસર પડે છે. એવામાં સિવિલ એવિયેશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઍરલાઇન્સોને આદેશ આપ્યો હતો કે ‘જો કોઈ ફ્લાઇટ મોડી ઊડવાની હોય તો એની યોગ્ય અને સચોટ જાણકારી પ્રવાસીઓને વહેલી આપવામાં આવે. જો કોઈ પણ ફ્લાઇટ ત્રણ કલાક કે એનાથી વધારે મોડી પડે તો એને કૅન્સલ જાહેર કરી દેવામાં આવે. ઍરલાઇન્સનો અપ્રોચ પ્રવાસીતરફી હોવો જોઈએ. ઍરલાઇન્સે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશનના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.’