સુરક્ષાકર્મચારીઓ પર હુમલાથી ભડક્યા મણિપુરના સીએમ, કહી દીધી આ મોટી વાત...

10 June, 2024 06:02 PM IST  |  Manipur | Gujarati Mid-day Online Correspondent

મણિપુરના સીએમ એન બિરેન સિંહના અગ્રિમ સુરક્ષા કાફલા પર ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો છે. પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં હિંસા શરૂ થયાને એક વર્ષથી વધારેનો સમય પસાર થઈ ચૂક્યો છે. જો કે. અત્યાર સુધી હિંસામાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી.

બિરેન સિંહ (ફાઈલ તસવીર)

પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં હિંસા શરૂ થયાને એક વર્ષથી વધારેનો સમય પસાર થઈ ચૂક્યો છે. જો કે. અત્યાર સુધી હિંસામાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. જો કે, આનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું છે. સોમવારે મણિપુરના સીએમ એન બિરેન સિંહના અગ્રિમ સુરક્ષા કાફલા પર પણ ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં એક જવાનના ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. હવે આ આખી ઘટના પર મણિપુરના સીએમ એન બિરેન સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે.

કેવી રીતે થયો હુમલો?
મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રીનો સુરક્ષા કાફલો હિંસા પ્રભાવિત જિરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. ઉગ્રવાદી કાંગપોકપી જિલ્લામાં ઘાત લગાડીને બેઠા હતા અને જ્યારે મુખ્યમંત્રીનો સુરક્ષા કાફલો હિંસા પ્રભાવિત જિરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો અને તે દરમિયાન તેના પર હુમલો કરી દેવામાં આવ્યો. આ હુમલામાં એક જવાનના ઈજાગ્રસ્ત થવાના પણ સમાચાર છે. સુરક્ષા દળોના વાહનો પર અનેક ગોળીઓ વરસાવવામાં આવી, જેના પછી સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

હુમલા બાદ મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. બીરેન સિંહે કહ્યું, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. આ મુખ્યમંત્રી પર સીધો હુમલો છે, એટલે કે રાજ્યની જનતા પર સીધો હુમલો છે. એટલે સરકારે કંઇક કરવું પડશે. અમે અમારા સહયોગીઓ સાથે વાત કરીશું અને કેટલાક નિર્ણયો લઈશું.

આતંકવાદીઓએ સોમવાર (10 જૂન, 2024) ના રોજ કાંગપોકપી જિલ્લામાં મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. 

મુખ્યમંત્રી એન. બીરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસા પ્રભાવિત જિરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક અનેક રાઉન્ડની ગોળીબારની ઘટના બની હતી. સુરક્ષા દળોએ તરત જ વળતો જવાબ આપ્યો હતો. કોટલેન ગામ નજીક હજુ પણ ગોળીબાર ચાલી રહ્યો છે. 

મુખ્યમંત્રી બીરેન સિંહ હજુ દિલ્હીથી મણિપુરના ઇમ્ફાલ પહોંચવાના બાકી છે. તેઓ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જિરીબામની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હતા.હકીકતમાં, આતંકવાદીઓએ જિરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50થી વધુ ઘરોને આગ ચાંપી હતી

મણિપુરના જિરીબામ જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. શનિવાર (8 જૂન, 2024) ની ઘટનાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. લામતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુન્ખાલ અને બેગ્રા ગામોમાં 70થી વધુ મકાનોને આગ ચાંપવામાં આવી હતી, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 

મણિપુરના જિરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યા કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોયબામ સરથકુમાર સિંહ નામના આ વ્યક્તિ 6 જૂને પોતાના ખેતરની મુલાકાત લીધા બાદ ગુમ થઈ ગયો હતો. બાદમાં તેમના શરીર પર તીક્ષ્ણ વસ્તુના કારણે ઈજાના નિશાન મળી આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. 

ગયા વર્ષે મે મહિનાથી વંશીય હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. 

manipur Crime News national news