24 February, 2025 06:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આતિશી
આમ આદમી પાર્ટી (AAP)નાં નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશીને દિલ્હી વિધાનસભામાં વિપક્ષનાં નેતા બનાવવામાં આવ્યાં છે. આમ મુખ્ય પ્રધાન અને વિપક્ષનાં નેતા બેઉ મહિલા હોય એવું પહેલી વાર બની રહ્યું છે. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે.
AAPની વિધાયક પક્ષની બેઠકમાં આતિશીને આ પદ માટે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. તેમના નામને વિધાનસભ્ય સંજીવ ઝાએ પ્રપોઝ કર્યું હતું. આ પદે ચૂંટી કાઢવામાં આવ્યા બાદ આતિશીએ જણાવ્યું હતું કે ‘વિધાનસભામાં મજબૂત વિપક્ષ દિલ્હીના લોકોનો અવાજ બનશે. ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યાં છે એ પૂરાં કરાવવા માટે અમારો પક્ષ કાર્યરત રહેશે.’