અતીક-અશરફ હત્યાકાંડમાં મોટી કાર્યવાહી, શાહગંજ ઈન્સ્પેક્ટર સહિત 5 સસ્પેન્ડ

19 April, 2023 03:50 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

આ હત્યાકાંડને લઈને એસઆઈટીએ મંગળવારે બપોરે એસએચઓ સહિત બધા પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ એસઆઈટીના રિપૉર્ટના આધારે બધા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ફાઈલ તસવીર

માફિયામાંથી નેતા બનેતા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા મામલે ચાર દિવસ બાદ પોલીસે મોટી વિભાગીય કાર્યવાહી કરતા પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં શાહગંજ થાણાના એસઓ અશ્વિની કુમાર સિંહ સિવાય બે સબ ઈન્સપેક્ટર અને બે કૉન્સ્ટેબલ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે શાહગંજ પોલીસ સ્ટેશન હત્યાકાંડની જગ્યાથી લગભગ 100-150 મીટરના અંતરે છે. આ હત્યાકાંડને લઈને એસઆઈટીએ મંગળવારે બપોરે એસઓ સહિત બધા પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ એસઆઈટીના રિપૉર્ટના આધારે બધા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

જણાવવાનું કે છેલ્લે 15 એપ્રિલના રોજ માફિયા અતીક અહમદ અને અશરફને પોલીસ પ્રયાગરાજના કૉલ્વિન હૉસ્પિટલમાંથી મેડિકલ માટે લઈ જઈ રહી હતી. ત્યારે મીડિયા પર્સન બનીને આવેલા ત્રણ હુમલાખોરોએ તેના પર તાબડતોજડ ફાઈરિંગ કરી દીધી.

આ ફાઈરિંગ દરમિયાન જ તેની ઘટનાસ્થળે મોત થઈ. હત્યા કર્યા બાદ હુમલાખોરોએ બંદૂક નીચે ફેંકીને સરેન્ડર કરી દીધું. ત્રણેય આરોપીઓને 19 એપ્રિલના રોજ પ્રયાગરાજ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કૉર્ટે ત્રણેયને ટાર દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. 

આ પણ વાંચો : અશ્લીલ ગીતમાં ભગવાન શિવનું જોડ્યું નામ, બાદશાહના એલબમ `સનક` પર વિવાદ

હુમલાખોર એક બાઈક પર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલાખોરો પાસેથી ડમી કેમેરા અને મીડિયાના માઈક આઈડી હતા. જેને કારણે તેમના પર શંકા થઈ નહીં.

national news Crime News crime branch murder case