16 April, 2023 07:47 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અતિક અહમદ અને તેના ભાઈને પત્રકાર બનીને આવેલા ત્રણ જણે મારી નાખ્યા
પ્રયાગરાજ : ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદ અને તેના ભાઈ અશરફ પર બે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને માર્યા હતા. આ ઘટના ગઈ કાલે રાત્રે મેડિકલ કૉલેજ નજીક બની હતી. આ બન્નેને મેડિકલ ચેક-અપ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. ત્યાં મીડિયા પણ હાજર હોવાથી સમગ્ર ઘટના કૅમેરામાં ઝડપાઈ હતી. ત્રણ હુમલાખોરોએ બહુ નજીકથી અતિક અને તેના ભાઈ પર હુમલો કર્યો હતો. તેઓ મીડિયાકર્મી બનીને આવ્યા હતા. પોલીસે તુરંત જ હુમલાખોરોને પકડી પાડ્યા હતા. આ ઘટના બાદ આ વિસ્તારમાં તણાવ થતા તેમના મૃતદેહને અન્યત્ર ખસેડવામા આવ્યા હતા. આ બન્નેને ૨૦૦૫ના ઉમેશ પાલ હત્યા કેસના મામલે કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવ્યા હતા. આ પહેલા ૧૩ એપ્રિલના રોજ ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં અતિક અહમદના પુત્ર અસદ અને તેના સાથી ગુલામને પણ મારવામાં આવ્યા હતા.