આવતી કાલથી ખુલ્લું મુકાશે કાશ્મીરમાં બનેલું એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન

25 March, 2025 02:42 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ ગાર્ડનમાં રેકૉર્ડબ્રેક સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા એને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ વખતે વધુ વિઝિટર્સના ધસારાને પહોંચી વળવા માટે પાર્કિંગની કૅપેસિટી વધારી છે.

એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન

કાશ્મીર વૅલીમાં આવેલા ઝબરવાન માઉન્ટેન્સની તળેટીમાં બની રહેલું ટ્યુલિપ ગાર્ડન આવતી કાલથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકાવાનું છે. ટ્યુલિપના ૧૭ લાખ છોડ ધરાવતા આ ગાર્ડન કોઈ મોટા તામઝામ વિના જ ખુલ્લું મુકાવાનું છે, કેમ કે રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ગયા વર્ષે આ ગાર્ડનમાં રેકૉર્ડબ્રેક સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા એને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ વખતે વધુ વિઝિટર્સના ધસારાને પહોંચી વળવા માટે પાર્કિંગની કૅપેસિટી વધારી છે.

ગયા વર્ષે જસ્ટ ૩૦ દિવસના સમયગાળામાં ૪.૫ લાખ વિઝિટર્સ આ ગાર્ડનની મુલાકાતે આવ્યા હતા. આ ગાર્ડન બનાવવા માટે ૧૦૦ માળી અને ૫૦થી વધુ કામદારોએ મહિનાઓ સુધી મહેનત કરી હતી.

kashmir jammu and kashmir asia guinness book of world records travel travel news news national news