એશિયાનાં સૌપ્રથમ મહિલા લોકો પાઇલટને વડા પ્રધાનની શપથવિધિમાં આમંત્રણ

08 June, 2024 09:43 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મૂળ સાતારાનાં વતની ૫૯ વર્ષનાં સુરેખા યાદવ ૧૯૮૮માં ભારતનાં પહેલાં મહિલા લોકો પાઇલટ બન્યાં હતાં

લોકો પાઇલટ એટલે કે ટ્રેન-ડ્રાઇવર સુરેખા યાદવ

એશિયાનાં સૌપ્રથમ મહિલા લોકો પાઇલટ એટલે કે ટ્રેન-ડ્રાઇવર સુરેખા યાદવ આવતી કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની વડા પ્રધાન તરીકેની શપથવિધિના કાર્યક્રમમાં સામેલ થશે. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ મૂળ સાતારાનાં વતની ૫૯ વર્ષનાં સુરેખા યાદવ ૧૯૮૮માં ભારતનાં પહેલાં મહિલા લોકો પાઇલટ બન્યાં હતાં. વંદે ભારત એક્સપ્રેસનાં પણ તેઓ પ્રથમ મહિલા લોકો પાઇલટ છે અને અત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સોલાપુર વચ્ચે દોડતી સેમી હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ચલાવે છે. આવતી કાલે દિલ્હીમાં વડા પ્રધાનની શપથવિધિમાં સામેલ થવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

satara narendra modi national news india