06 April, 2025 01:31 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી
મગધના સમ્રાટ અને મૌર્યવંશના મહાપ્રતાપી રાજા અશોકનો જન્મ ચૈત્ર સુદ આઠમે થયો હતો એવું મનાય છે એને કારણે રામનવમી પહેલાંના દિવસે અશોક અષ્ટમી સેલિબ્રેટ થાય છે. સમ્રાટ અશોકે અખંડ ભારતની પરિકલ્પનાના ભાગરૂપે અશોક સ્તંભનું નિર્માણ કર્યું હતું. ભારતમાં જ્યાં-જ્યાં પણ મૌર્યવંશની સ્થાપના કરી ત્યાં-ત્યાં સમ્રાટ અશોક દ્વારા અશોક સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી. ગઈ કાલે પ્રયાગરાજમાં સમ્રાટ અશોકના જન્મદિવસ નિમિત્તે અશોક સ્તંભની પ્રતિકૃતિ સાથે સરઘસ નીકળ્યું હતું.
અશોક અષ્ટમી સાથે બીજી પણ એક લોકવાયકા સંકળાયેલી છે. અશોકનો મતલબ થાય છે દુઃખોનો અંત કરનારું. ભગવાન રામે રાક્ષસોનો અંત કરવાનું અભિયાન શરૂ કરતાં પહેલાં ભગવાન શિવ અને મા પાર્વતીના આશીર્વાદ લીધા હતા અને એ સમયે શિવપાર્વતીએ રામને અશોક વરદાન આપ્યું હતું. એને કારણે પણ ચૈત્ર સુદ આઠમે અશોક અષ્ટમી ઊજવાય છે.
મોહન ભાગવત કાશી વિશ્વનાથ મંદિરમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવતે ગઈ કાલે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી.