ઓવૈસીનો દાવો: એક દિવસ હિજાબ પહેરતી મહિલા દેશની PM બનશે

14 May, 2024 08:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મોદી પર મુસ્લિમવિરોધી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેઓ ૨૦૦૨થી મુસ્લિમો વિશે વાંધાજનક નિવેદન કરતાં રહે છે, આ તેમની મૂળ ભાષા છે અને આ જ તેમનું હિન્દુત્વ છે.

અસદુદ્દીન ઓવૈસી

હૈદરાબાદ લોકસભા બેઠકના ઉમેદવાર અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે એક દિવસ હિજાબ પહેરતી મહિલા ભારતની પ્રાઇમ મિનિસ્ટર (PM) બનશે. તેમણે કહ્યું હતું કે શક્ય છે કે આ જોવા માટે હું જીવતો ન હોઉં, પણ એક દિવસ આવું બનશે એ નક્કી છે. સાથે જ ઓવૈસીએ કહ્યું હતું કે ૭૫ વર્ષની વય પછી પણ મોદી વડા પ્રધાનપદ છોડશે નહીં. તેમણે મોદી પર મુસ્લિમવિરોધી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેઓ ૨૦૦૨થી મુસ્લિમો વિશે વાંધાજનક નિવેદન કરતાં રહે છે, આ તેમની મૂળ ભાષા છે અને આ જ તેમનું હિન્દુત્વ છે.

hyderabad asaduddin owaisi Lok Sabha Election 2024 national news india