26 April, 2023 11:26 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. સીએમ કેજરીવાલના ઘરની નજીક ડ્રોન ઉડતું દેખાયું છે. એક શખ્સને નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડાડતા જોવામાં આવ્યો. ત્યાર બાદ પોલીસ ડ્રોન ઉડાડનાર શખ્સની શોધમાં લાગેલી છે. આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે તે હાલ વેરિફાઈ કરી રહ્યા છે. સીએમ આવાસ નજીક ડ્રોન ઉડવાની માહિતી મળી છે પણ તેને હજી વેરિફાઈ કરવામાં આવી રહી છે કે તેમાં કેટલું સત્ય છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા પણ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે સુરક્ષામાં ચૂકની ઘટના સામે આવી હતી. ત્યારે આપ (Aam Aadmi Party) નેતાઓએ કેજરીવાલના ઘરે હુમલાનો આરોપ મૂક્યો હતો. આ દરમિયાન સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિઅર અને ગેટ પર મૂકેલા બૂમ બેરિયર પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસે પહેલા જણાવ્યું કે બીજેપી યુવા મોર્ચાના લગભગ 150-200 કાર્યકર્તાઓએ સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ પ્રદર્શન કેજરીવાલના ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને વિધાનસભામાં આપેલા નિવેદન વિરુદ્ધ કરવામાં આવ્યું. આના અમુક કલાક બાદ કેટલાક પ્રદર્શનકારી બેરિકેડ્સ તોડીને સીએમ આવાસની બહાર સુધી પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : Delhi: વધી શકે છે સિસોદિયાની મુશ્કેલીઓ, શરાબ નીતિ મામલે CBIની ચાર્જશીટમાં નામ
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ સિવિલ લાઈન્સ સ્થિત ફ્લેગ સ્ટાફ માર્ગ પર છ નંબરના બંગલોમાં રહે છે. આનું નિર્માણ વર્ષ 1942માં કરવામાં આવ્યું હતું. આ બંગલોમાં માર્ચ 2015થી અરવિંદ કેજરીવાલ રહે છે. આ બંગલો કેજરીવાલ પહેલા અન્ય કોઈ મુખ્યમંત્રીએ આપવામાં આવ્યો નથી. આમાં માત્ર નોકરશાહ જ રહે છે. બંગલો ટાઈપ-5નો છે. તો ગૃહ મંત્રાલયે જણાવ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી પોલીસ તરફથી ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવેલી છે. આમાં પાઇલટ, એસ્કૉર્ટ, ક્લોઝ પ્રોટેક્શન ટીમ, હાઉસ ગાર્ડ, સ્પૉટર, 47 સાદા સુરક્ષા કર્મચારીઓ તરીકે સર્ચ/ફ્રિસ્કિંગ સ્ટાફ અને સીઆરપીએફના 16 યુનિફૉર્મ્ડ પોલીસ કર્મચારીઓ સામેલ છે.