23 June, 2024 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હી લિકર પૉલિસી કેસમાં જેલમાં રહેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રવિવારે (23 જૂન) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન પર મૂકવામાં આવેલા સ્ટેને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલના વકીલોએ આવતીકાલે એટલે કે સોમવારે (23 જૂન) સવારે સુનાવણી માટે અપીલ કરી છે.
રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા
અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને રૂઝ એવન્યુ કોર્ટે 20 જૂને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે કેજરીવાલને જામીન આપતા પહેલા કેટલીક શરતો પણ મૂકી હતી. ન્યાયાધીશે કેજરીવાલને નિર્દેશ આપ્યો હતો કે, “તપાસમાં અવરોધ ન આવે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરે.”
હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર પ્રતિબંધ મૂક્યો
આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 જૂને સીએમ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકારતી અરજી દાખલ કરી હતી, જે બાદ હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.
હાઈકોર્ટના આદેશ સુધી જામીન પર રોક લગાવી
જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે કહ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક રહેશે. કોર્ટે કહ્યું કે તે 2-3 દિવસ માટે આદેશ અનામત રાખે છે, કારણ કે તે સમગ્ર કેસનો રેકોર્ડ જોવા માંગે છે. હાઇકોર્ટમાં નીચલી અદાલતના આદેશ પર સ્ટે મૂકવાની વિનંતી કરતી વખતે, ED માટે હાજર રહેલા એસવી રાજુએ દલીલ કરી હતી કે EDને તેનો કેસ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે ઈડીના વકીલ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સ્પષ્ટ રીતે ખોટા છે. તેમણે કહ્યું હતું કે, તેમણે દલીલ કરી હતી કે આતંકવાદીઓ વગેરે સંબંધિત કેસોમાં જામીન ઓર્ડર પર વચગાળાનો સ્ટે લાદવામાં આવે છે, જેઓ ખતરનાક છે અથવા જામીન મળ્યા બાદ જેઓ ભાગી જાય છે.
દિલ્હી હાઇકોર્ટે સુનિતા કેજરીવાલને મોકલી નોટિસ, જાણો શું છે મામલો
દિલ્હી હાઈકોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને લઈને એક એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેને લઈને સુનિતા કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે, શરાબ કૌભાંડ સંબંધિત કેસમાં કોર્ટની સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાબડતોબ હટાવવાનો નિર્દેશ સુનિતા કેજરીવાલને આપવામાં આવ્યો છે.
28 માર્ચના દિલ્હી હાઈકોર્ટમાં એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલી સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીનો વીડિયો સુદ્ધાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આજ વીડિયો જેને સુનીતા કેજરીવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવાનો આદેશ સુનિતા કેજરીવાલને આપવામાં આવ્યો છે.