02 December, 2024 09:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે જણાવ્યું હતું કે આગામી ફેબ્રુઆરીમાં આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ કૉન્ગ્રેસ સાથે યુતિ કે જોડાણ નહીં કરે. દિલ્હીમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં કેજરીવાલે આ જાહેરાત કરી હતી.
નવાઈની વાત એ છે કે AAP અને કૉન્ગ્રેસ વિપક્ષોના ગઠબંધન INDIAનો ભાગ છે અને લોકસભાની ચૂંટણી તેઓ દિલ્હીમાં સાથે લડ્યાં હતાં. દિલ્હીની તમામ લોકસભા બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિજય થયો હતો. ઑક્ટોબર મહિનામાં હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમની વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે વાટાઘાટો પડી ભાંગી હતી.