01 June, 2024 03:08 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
અત્યારે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના તબીબી પરીક્ષણો માટે હોસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સ મોકલી હતી. આમ આદમી પાર્ટીના નેતાએ હાલમાં જ એવો દાવો (Arvind Kejriwal Disease Claim) કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ કેટલીક ગંભીર બિમારીઓથી પીડિત હોય શકે છે. આ જ બાબતને અર્થે તેમની ચકાસણી કરવા માટે બીજેપી નેતાએ એમ્બ્યુલન્સ મોકલી હતી.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે 26મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેમના વચગાળાના જામીન સાત દિવસ સુધી લંબાવવાની માંગણી કરી હતી કારણ કે તેમને પીઈટી-સીટી સ્કેન સહિત કેટલાક મેડિકલ ટેસ્ટ (Arvind Kejriwal Disease Claim) કરાવવાના હતા. આ સાથે જ અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેઓનું જેલમાં 7 કિલો વજન ઉતરી ગયું હતું. અને કીટોનનું સ્તર પણ ખૂબ જ ઉપર જતું રહ્યું હતું. જે ગંભીર બિમારીનું સંભવિત સૂચક છે.
શુક્રવારે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ખરાબ તબિયત (Arvind Kejriwal Disease Claim) વિષે જણાવ્યું હતું. તેઓએ પોતાના સ્વાસ્થ્ય મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે તેમના પેશાબમાં કીટોન્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ડૉક્ટરોએ પણ તેમના શરીરમાં કોઈ મોટી બીમારીના સંકેત આપ્યા છે.
આ નિવેદન બાદ હવે બીજેપી નેતા વિજય ગોયલે મીડિયા સામે મોટું નિવેદન આપતા સીએમ કેજરીવાલની તબિયત તપાસવા માટે એમ્બ્યુલન્સ બોલાવી અને તેને કેજરીવાલના નિવાસસ્થાન તરફ લઈ ગયા હતા.
એમ્બુલન્સ લઈ પહોંચેલા બીજેપી નેતાએ શું કહ્યું?
અરવિંદ કેજરીવાલ પર વેસી પડ્યા બીજેપી નેતા વિજય ગોયલે જણાવ્યું હતું કે, “દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે 21 દિવસનો સમય આપ્યો હતો. તેઓ કહેતા હતા કે મારું વજન સાત કિલો ઘટી ગયું છે. પણ સમગ્ર 21 દિવસના અભિયાન દરમિયાન ન તો તેમને તેમના સાત કિલો વજન વિશે યાદ હતું, ન તો તેમને કિડની વિશે કાઇપણ યાદ હતું, ન તેમને કેન્સર વિશે યાદ હતું, ન તો તેમને કીટોન્સ વિશે યાદ હતું, ન તો તેમને પેશાબ વિશે યાદ હતું, ન તો તેમને ડાયાબિટીસનું કશું યાદ આવ્યું, પણ હવે જ્યારે 21 દિવસ પૂરા થતાં જ તેઓ કહેવા લાગ્યા છે કે સારવાર (Arvind Kejriwal Disease Claim) માટે હજુ સાત દિવસનો સમય આપો. એટલા માટે હું અહીં મેડિકલ કેમ્પ અને વાન લઈને આવ્યો છું. બે દિવસથી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. તો, ચાલો અરવિંદ કેજરીવાલ જી, ચાલો તમારી સારવાર કરાવીએ, હું તમારા બધા ટેસ્ટ કરાવી લઈશ.”