20 April, 2024 11:19 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલ
ઉત્તર પ્રદેશમાં મેરઠની લોકસભાની સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરુણ ગોવિલે ચૂંટણીપ્રચાર દરમ્યાન મતદારોને રીઝવવા માટે પત્નીની જ્ઞાતિનો ઉલ્લેખ કરવો પડ્યો હતો. ઠાકુર મતદારો સમક્ષ બોલતાં તેમણે કહ્યું હતું કે ‘મારી પત્ની પણ ઠાકુર છે અને તે જ્યારે ગુસ્સે થાય ત્યારે અસ્સલ ઠકરાણીનું સ્વરૂપ ધારણ કરે છે. જોકે હું મારી ઠાકુર-પત્નીને મનાવી લઉં છું એટલે તમને પણ મનાવવા આવ્યો છું.’