જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરાશે: ઓમર અબ્દુલ્લાએ બહાર પાડ્યું જાહેરનામું

20 August, 2024 03:00 PM IST  |  Jammu | Gujarati Mid-day Online Correspondent

મેનિફેસ્ટો બહાર પાડતા (Jammu and Kashmir Elections 2024), પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાર્ટી ફક્ત તે જ વચનો આપી રહી છે જે તે પૂર્ણ કરી શકે છે. તેમણે મેનિફેસ્ટોને પાર્ટીનો વિઝન ડૉક્યુમેન્ટ અને શાસન માટેનો રોડમેપ ગણાવ્યો હતો.

ઓમર અબ્દુલ્લાની ફાઇલ તસવીર

નેશનલ કોન્ફરન્સે સોમવારે જાહેર કરેલા તેના મેનિફેસ્ટોમાં 12 `ગેરંટી`ની જાહેરાત કરી હતી. આમાં કલમ 370 અને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir Elections 2024)ને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના વચનોનો સમાવેશ થાય છે. મેનિફેસ્ટોમાં વર્ષ 2000માં તત્કાલિન વિધાનસભા દ્વારા પસાર કરાયેલ સ્વાયત્તતાના ઠરાવનો અમલ પણ સામેલ છે. જૂન 2000માં, ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ સરકારે રાજ્યમાં 1953 પહેલાની બંધારણીય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની માગણી સાથે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. જોકે, તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે તેને નકારી કાઢી હતી.

મેનિફેસ્ટો બહાર પાડતા (Jammu and Kashmir Elections 2024), પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાર્ટી ફક્ત તે જ વચનો આપી રહી છે જે તે પૂર્ણ કરી શકે છે. તેમણે મેનિફેસ્ટોને પાર્ટીનો વિઝન ડૉક્યુમેન્ટ અને શાસન માટેનો રોડમેપ ગણાવ્યો હતો.

આ વચનો પણ આપ્યા

લઘુમતી આયોગની સ્થાપના માટે કામ કરવાનું વચન

ઉલ્લેખનીય છે કે, ઓમર અબદ્દુલાએ કહ્યું છે કે, જો કેન્દ્ર જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir Elections 2024)ને રાજ્યનો દરજ્જો અપાવવામાં નિષ્ફળ જશે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. અબ્દુલ્લાએ સોમવારે કહ્યું હતું કે જો કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ જશે તો તેમની પાર્ટી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. અબ્દુલ્લાએ પત્રકારોને કહ્યું કે, “વાસ્તવિકતા એ છે કે અમારે અમારી સત્તા પાછી મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે. અમને કોઈ શંકા નથી કે અમે સફળ થઈશું. ઓછામાં ઓછું, પ્રથમ પ્રયાસમાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળશે. અમારે માત્ર સુપ્રીમ કોર્ટને યાદ કરાવવાનું છે કે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતને વચન આપ્યું છે કે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે.”

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરને બરબાદ કરવા માગે છે: ભાજપ

જમ્મુ-કાશ્મીર ભાજપના ઉપાધ્યક્ષ યુધવીર સેઠીએ સોમવારે કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે કેન્દ્રશાસિત પ્રદેશને નષ્ટ કરવા માગે છે. કલમ 370 પર તેમણે કહ્યું, ઓમર અબ્દુલ્લાએ સાચું બોલવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે જે વસ્તુઓ ગઈ છે તે ક્યારેય પાછી નહીં આવે.

સેઠીએ કહ્યું કે, જ્યાં સુધી સંપૂર્ણ શાંતિ નહીં થાય ત્યાં સુધી આતંકવાદી હુમલાઓ સંપૂર્ણપણે બંધ નહીં થાય અને જ્યાં સુધી પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે નેશનલ કોન્ફરન્સના મેનિફેસ્ટોની પણ ટીકા કરી હતી અને તેને `નકામું` ગણાવ્યું હતું. તેમણે મેનિફેસ્ટોને જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાન તરફ ધકેલતું ગણાવ્યું હતું.

omar abdullah jammu and kashmir news india national news