કાશ્મીરમાં આર્મીનું વાહન ઊંડી ખીણમાં પડ્યું, પાંચ જવાનોનાં મોત

25 December, 2024 06:48 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

ખીણમાં પડ્યા પછી વાહનની હાલત કેવી થઈ હતી એ આ તસવીર બયાન કરે છે.

ખીણમાં પડ્યા પછી વાહનની હાલત કેવી થઈ હતી એ આ તસવીર બયાન કરે છે.

ગઈ કાલે કાશ્મીરના પૂંછ જિલ્લામાં લાઇન ઑફ કન્ટ્રોલ પાસે આર્મીનું એક વાહન ૩૦૦-૩૫૦ ફુટ ઊંડી ખીણમાં પડી જતાં પાંચ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે આઠથી નવ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખીણમાં પડ્યા પછી વાહનની હાલત કેવી થઈ હતી એ આ તસવીર બયાન કરે છે.

મનાલીમાં વાઇટ ક્રિસમસ મનાવવા પહોંચેલા ટૂરિસ્ટો બેહાલ

હિમાચલ પ્રદેશના મનાલીમાં સોમવારે ફ્રેશ સ્નોફૉલ થયો એને પગલે ત્યાં અસંખ્ય વાહનો અટવાઈ ગયાં હતાં તથા ટૂરિસ્ટો સોલાંગ અને અટલ ટનલની વચ્ચે કલાકો સુધી ફસાઈ ગયા હતા. સ્થાનિક પ્રશાસનના કહેવા મુજબ અંદાજે ૧૦૦૦ જેટલાં વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયાં હતાં અને એમાંથી ૭૦૦ ટૂરિસ્ટોને સુર​િક્ષત સ્થળે લઈ જવાયા હતા.

national news india jammu and kashmir manali road accident indian army