23 January, 2025 09:42 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેરે ગઈ કાલે મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કર્યું હતું. સોશ્યલ મીડિયા પર પોતાના સ્નાનનો વિડિયો શૅર કરીને તેમણે લખ્યું : મહાકુંભમાં ગંગાસ્નાન કરીને જીવન સફળ થઈ ગયું. પહેલી વાર એ સ્થાન પર પહોંચીને મંત્રોચ્ચાર કર્યો જ્યાં મા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. પ્રાર્થના કરતાં-કરતાં અશ્રુ પોતે જ આંખોમાંથી વહેવા લાગ્યાં. સંયોગ જુઓ - આવું જ બરાબર એક વર્ષ પહેલાં અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે થયું હતું. સનાતન ધર્મ કી જય.