નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી વધુ એક પરીક્ષા કરવામાં આવી રદ

22 June, 2024 08:48 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પરીક્ષાનું ‌રિવાઇઝ્ડ શેડ્યુલ એની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નૅશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET)ની પરીક્ષા પેપર લીક થવાની આશંકાએ રદ કર્યા બાદ ગઈ કાલે વધુ એક એક્ઝામ કૅન્સલ કરવાની જાહેરાત કરી હતી.

NTAએ ૨૫ અને ૨૭ જૂને યોજાનારી જૉઇન્ટ કાઉન્સિલ ઑફ સાય‌ન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ-યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નૅશનલ એલિજિબિલિટી ટેસ્ટ (CSIR-UGC-NET) અનિવાર્ય સંજોગો અને લૉજિસ્ટિક ઇશ્યુને લીધે રદ કરી હોવાની જાહેરાત કરી હતી. પરીક્ષાનું ‌રિવાઇઝ્ડ શેડ્યુલ એની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન કે સમસ્યા હોય તો તેમણે NTAના હેલ્પ ડેસ્ક નંબર ૦૧૧-૪૦૭૫૯૦૦૦ અથવા ૬૯૨૨૭૭૦૦ નંબર પર સંપર્ક કરવો. સાયન્સ વિષયમાં જુનિયર ફેલોશિપ પ્રોગ્રામ માટે આ પરીક્ષા લેવામાં આવે છે.

NTA દ્વારા લેવામાં આવતી નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ્સ (NEET-UG) ૨૦૨૪ની પરીક્ષાને લઈને સૌથી વધારે વિવાદ થયો છે. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. 

national news india Education central bureau of investigation