09 February, 2023 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે
ભારતના પશુ કલ્યાણ બૉર્ડે (AWBI) દેશવાસીઓને અપીલ કરી છે કે 14 ફેબ્રુઆરી `કાઉ હગ ડે` (Cow Hug Day) ઉજવે. 14 ફેબ્રુઆરીના જ વિશ્વભરમાં `વેલેન્ટાઈન્સ ડે` (Valentine`s Day) ઉજવવામાં આવે છે. બૉર્ડની અપીલ પ્રમાણે, કાઉ હગ ડેનો અર્થ છે કે ગાયને ભેટવાનો છે.
ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશાનુસાર પશુ કલ્યાણ બૉર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે, "આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની રીઢ છે, અમારા જીવનને જાળવી રાખે છે અને પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને બધું જ આપનારી માના સમાન પોષક પ્રકૃતિને કારણે આને કામધેનુ અને ગૌમાતાના નામે ઓળખવામાં આવે છે."
અપીલમાં હજી શું છે?
અપીલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "અમારા સમયમાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે વૈદિક પરંપરાઓ લગભગ વિલુપ્તિની કગાર પર છે. પશ્ચિમી સભ્યતાની જાહોજલાલીએ આપણી ભૌતિક સંસ્કૃતિ અને વારસો ભૂલી રહ્યા છીએ. ગાયના અત્યંત વધારે ફાયદાઓ જોતા, ગાયને ભેટવાથી લાગણીઓમાં સમૃદ્ધિ આવશે, વ્યક્તિગત અને સામૂહિક આનંદ વધશે. આથી, ગૌમાતાના મહત્વને ધ્યાનમાં રાખતા બધા ગૌપ્રેમી 14 ફેબ્રુઆરીના કાઉ હગ ડે તરીકે ઊજવી શકે છે અને જીવન પ્રફુલ્લિત તેમજ સકારાત્મક ઉર્જાથી ભરી શકે છે." અપીલ પત્રના અંતે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સક્ષમ પ્રાધિકારીની સ્વીકૃતિ અને પશુપાલન તેમજ ડેરી વિભાગ, મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશ પર જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આજે રોઝ ડે સાથે શરૂ થઈ ગયો પ્રેમનો તહેવાર: જોઈ લો વેલેન્ટાઈન વીકનું કેલેન્ડર
શું છે પશુ કલ્યાણ બૉર્ડ?
ભારતીય પશુ કલ્યાણ બૉર્ડ (AWBI) ભારત સરકારનું એક સંવિધાનિક નિકાય છે, જેને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 (પીસીએ એક્ટ) હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ નિકાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પશુઓના કલ્યાણ સંબંધી મામલે સલાહ આપવાનું કામ કરે છે. સીધું જોતા પશુઓનું સારું શેમાં છે, એ જણાવવાનું કામ કરે છે. આ નિકાય પીસીએ એક્ટ અને આ કાયદાના અંર્ગતમ બનાવવમાં આવેલા નિયમોના કાર્યાન્વયન સંબંધિત કેસને પણ જુએ છે.