તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં ભેળવાય છે પ્રાણીઓની ચરબી? લેબ રિપોર્ટમાં ખુલાસો

19 September, 2024 07:37 PM IST  |  Amaravati | Gujarati Mid-day Online Correspondent

Animal fat found in Tirupati Prasad: બુધવારે સીએમએ પૂર્વ પૂર્વ મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી પર આરોપ લગાવ્યો હતો કે રેડ્ડીની સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબી ભેળવવામાં આવતી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશના સૌથી પ્રખ્યાત તીર્થસ્થળમાનું એક આંધ્રા પ્રદેશનું તિરુપતિ મંદિરમાં (Animal fat found in Tirupati Prasad) રોજે હજારો લોકો દર્શન કરે છે અને મંદિરમાં લાડુનો પ્રસાદ પણ દુનિયામાં પ્રખ્યાત છે, પણ મંદિરમાં પ્રસાદના લાડુ બાબતે એવી એક ચોંકાવનારી વિગર જાહેર થઈ છે જેને લઈને લોકોની ધાર્મિક ભાવનાને મોટી ઠેંસ પહોંચી છે. ખરેખર તો લાડુના પ્રસાદમાં નોનવેજ તત્વો મળી આવ્યા હોવાનું એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિર પર ઘીના બદલે પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં માછલીનું તેલ (Animal fat found in Tirupati Prasad) મળી આવ્યું હોવાની ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છે. બુધવારે સીએમએ પૂર્વ પૂર્વ મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી પર આરોપ લગાવ્યો હતો કે રેડ્ડીની સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબી ભેળવવામાં આવતી હતી. એક કાર્યક્રમ દરમિયાન નાયડુએ કહ્યું હતું કે પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબી અને નબળી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અમે ખાતરી કરી છે કે પ્રસાદમાં વાસ્તવિક ઘી, સ્વચ્છતા અને સારી ગુણવત્તાને ધ્યાનમાં રાખવામાં આવે.

સીએમ નાયડુના આ નિવેદન પર જગન મોહન રેડ્ડીની (Animal fat found in Tirupati Prasad) પાર્ટી YSRCPએ પણ પ્રતિક્રિયા આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને નુકસાન પહોંચાડીને મોટું પાપ કર્યું છે. ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુમાલા પ્રસાદ પર કરવામાં આવેલી ટિપ્પણી ખૂબ જ નબળી છે. મનુષ્ય તરીકે જન્મેલ કોઈ પણ વ્યક્તિ આવા શબ્દો બોલતો નથી કે આવા આક્ષેપો કરતો નથી. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ચંદ્રાબાબુ રાજનીતિ ખાતર કંઈ પણ ખોટું કરતાં ખચકાશે નહીં. રેડ્ડીએ કહ્યું કે ભક્તોની શ્રદ્ધા મજબૂત કરવા હું અને મારો પરિવાર તિરુમાલા પ્રસાદના મામલામાં શપથ લેવા તૈયાર છીએ. શું ચંદ્રાબાબુ પણ પરિવાર સાથે શપથ લેવા તૈયાર છે?

તમને જણાવી દઈએ કે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં (Animal fat found in Tirupati Prasad) તિરુપતિ લાડુ ચઢાવવામાં આવે છે, જેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) કરે છે. એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા સીએમ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુમાલા લાડુ પણ હલકી ગુણવત્તાવાળા ઘટકોમાંથી બનાવવામાં આવતું હતું, ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરની દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી છે, જેનાથી ગુણવત્તામાં સુધારો થયો છે.

tirupati andhra pradesh n chandrababu naidu national news hinduism