27 February, 2024 10:01 AM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
ગન શૉટ (પ્રતીકાત્મક તસવીર)
રાજસ્થાનના ફલોદીમાં ધોળેદિવસે ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનામિકા બિશ્નોઈ (Anamika Bishnoi shot dead)ની ગોળી માારીને હત્યા કરી દીધી. આ ભયાવહ ઘટનાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યો. મૃતક મહિલા એક ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હતી અને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેનું અન્ની વિશ્નોઈના નામે પેજ પણ છે જેમાં એક લાખથી વધુ ફૉલોઅર્સ છે. તો તેના પતિની ઓળખ મહીરામ બિશ્નોઈ તરીકે થઈ છે.
રાજસ્થાનના ફલોદીમાં ધોળેદિવસે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અનામિકા બિશ્નોઈ (Instagram Influencer Anamika Bishnoi)ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ગોળી મારનાર અનામિકાનો પતિ છે.
Anamika Bishnoi shot dead: ફાયરિંગનો ભયાનક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અનામિકાના પતિ દુકાનમાં પ્રવેશ કરે છે અને પહેલા તેની પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અનામિકાએ તેને દુકાન છોડી દેવાનું કહ્યું હતું. દરમિયાન ગુસ્સામાં તેના પતિએ અનામિકા પર એક નહીં પરંતુ 2-3 ગોળીઓ ચલાવી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ ભયાનક ઘટનાનો વિચલિત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો.
પત્ની પર ખૂબ જ નજીકથી ગોળી મારી
વીડિયોમાં જોઈ શકાય છે કે પતિએ તેની પત્ની પર ખૂબ જ નજીકથી ફાયરિંગ કર્યું હતું. હુમલામાં મહિલાના ગળાના ભાગે ઈજા થઈ હોવાનું જણાય છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે એક વખત બંદૂક ચલાવતા જ આરોપીની બંદૂક જામ થઈ જાય છે, પરંતુ તે બંદૂકને ફરીથી લોડ કરીને ગોળી મારવાનો પ્રયાસ કરે છે જેમાં તે નિષ્ફળ જાય છે અને તે દુકાનમાંથી ભાગી જાય છે. મહેરબાની કરીને નોંધ કરો કે મહિલાનું મૃત્યુ થયું છે. પોલીસ ફરાર પતિને શોધી રહી છે.
શું છે સમગ્ર મામલો?
મૃતક મહિલા ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હતી અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અન્ની બિશ્નોઈના નામે એક પેજ પણ છે, જેના એક લાખથી વધુ ફોલોઅર્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના પતિથી અલગ રહેતી હતી. દરમિયાન તેના પતિની ઓળખ મહિરામ બિશ્નોઈ તરીકે થઈ છે.
આ ઘટના રવિવાર (25 ફેબ્રુઆરી) ના રોજ બની હતી જ્યારે મહિલા તેની દુકાનની અંદર બેઠી હતી. મહિલા ફલોદીમાં નારી કલેક્શન સેન્ટરની દુકાન ચલાવતી હતી. ઘટના પહેલા અનામિકા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. મહિલા કાઉન્ટરની અંદર ખુરશી પર બેઠેલી જોવા મળે છે અને તેનો પતિ કાઉન્ટર પાસે ઊભો જોવા મળે છે. વિવાદ વધતો જાય છે અને તે દરમિયાન તેનો પતિ બંદૂક કાઢીને તેની પત્ની પર ગોળીબાર કરવા લાગે છે.
પત્નીની હત્યા કરીને યુવક ફરાર
વ્યક્તિ સ્થળ પરથી ફરાર છે. હુમલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દુકાનની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા. પોલીસે વીડિયોમાં મહિલાની હત્યા કરનાર વ્યક્તિની ઓળખ કરી હતી અને દાવો કર્યો હતો કે તે તેનો પતિ છે. પોલીસને આશંકા છે કે કોર્ટમાં ચાલી રહેલા દહેજ મામલે પતિએ મહિલાની હત્યા કરી હશે.