અયોધ્યામાં રામમંદિર પાસે પ્યૉર વેજ KFCનું આઉટલેટ ખૂલશે

07 February, 2024 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરની કડક ‘ઓન્લી વેજ પૉલિસી’ અનુસાર KFC પણ પ્યૉર વેજ બનવા તૈયાર છે.

અયોધ્યા રામ મંદિર

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યાર બાદ દરરોજ સરેરાશ બે લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાતે આવે છે. એને કારણે હોટેલ, રેસ્ટોરાં સહિત ટૂરિઝમ બિઝનેસમાં વધારો થયો છે. ઘણી આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડ્સ અહીં તેમનાં આઉટલેટ્સ ખોલવાની યોજના બનાવી રહી છે. ડોમિનોઝ પીત્ઝા સ્ટોર પણ ખૂલી ગયા છે. હવે અમેરિકન ફાસ્ટ ફૂડ જાયન્ટ કેન્ટકી ફ્રાઇડ ચિકન (KFC) પણ તેમના સ્ટોર ખોલવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ માટે તેમણે તેમનું મેનુ બદલવું પડશે, કારણ કે અયોધ્યાને નૉનવેજ-મુક્ત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. અહીં કોઈ પણ માંસ પ્રોડક્ટ વેચી શકાશે નહીં.

શહેરની કડક ‘ઓન્લી વેજ પૉલિસી’ અનુસાર KFC પણ પ્યૉર વેજ બનવા તૈયાર છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે કહ્યું કે KFCએ અયોધ્યા-લખનઉ હાઇવે પર તેમનો સ્ટોર સ્થાપ્યો છે, કારણ કે અમે રામમંદિરની આસપાસ માંસાહારી ખોરાકને મંજૂરી આપતા નથી. જો KFC માત્ર શાકાહારી વસ્તુઓ વેચવાનું નક્કી કરે તો અમે તેમને પણ જગ્યા આપવા તૈયાર છીએ. અમે તેમને ખુલ્લા દિલે આવકારીએ છીએ, પરંતુ શરત એ જ છે કે તેઓ માંસાહાર ખોરાક નહીં પીરસે.

ayodhya ram mandir offbeat videos offbeat news