૪ જૂને શૅરમાર્કેટમાં થયેલા ૩૦ લાખ કરોડ રૂપિયાના નુકસાન માટે કોણ જવાબદાર? સુપ્રીમ કોર્ટમાં અરજી

10 June, 2024 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને SEBIના નિષ્ણાતોની સમિતિનાં સૂચનો પર રચનાત્મક રૂપથી વિચાર કરવામાં આવે. 

સેન્સેક્સ

લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં એ દિવસે ૪ જૂને શૅરબજારમાં જોરદાર કડાકો બોલાયો હતો અને રોકાણકારોને ૩૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એ સંદર્ભમાં ઍડ્વોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને કેન્દ્ર સરકાર અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ને તપાસ કરવા આદેશ આપવા અને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવે એવી માગણી કરી છે. અરજદારે અદાણી-હિંડનબર્ગ કેસમાં SEBIની તપાસના રિપોર્ટને પણ સાર્વજનિક કરવાની માગણી કરી છે અને કહ્યું છે કે દેશના સામાન્ય નાગરિકોને આ જાણવાનો અધિકાર છે.

વકીલ વિશાલ તિવારીએ અરજીમાં સરકાર અને SEBIને અદાણી-હિંડનબર્ગ કેસમાં જનહિત અરજી પર જ​સ્ટિસ એ. એમ. સપ્રેની અધ્યક્ષતાવાળી નિષ્ણાતોની સમિતિનાં સૂચનો પર વિચાર કરવા ત્રણ જાન્યુઆરીએ આપવામાં આવેલા આદેશો પરનો રિપોર્ટ જાહેર કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને SEBIના નિષ્ણાતોની સમિતિનાં સૂચનો પર રચનાત્મક રૂપથી વિચાર કરવામાં આવે. 

stock market Lok Sabha Election 2024 national stock exchange bombay stock exchange supreme court indian government