આઈસ્ક્રીમમાં કાનખજૂરો મળવાના મામલે અમૂલે કરી ગ્રાહક સાથે વાત, પણ તેણીએ કર્યું...

17 June, 2024 08:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Amul Reacts to Centipede in Ice-Cream: અમૂલ ભારત અને ગ્લોબલ માર્કેટ બંનેમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળા ડેરી પ્રોડક્ટની સપ્લાય કરે છે. જેથી આ કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)

યુપીના નોઈડામાં એક મહિલા ગ્રાહકે ઓનલાઇન મગાવેલી અમૂલ કંપનીને (Amul Reacts to Centipede in Ice-Cream) આઈસ્ક્રીમના ડબ્બામાંથી કાનખજૂરો નીકળ્યા બાદ સોમવારે અમૂલે દ્વારા આ વાતની ગંભીરતાથી લઈને વધુ તપાસ કરવા ગ્રાહકને ડબ્બો તપાસ માટે આપવાની વિનંતી કરી છે. અમૂલ ભારત અને ગ્લોબલ માર્કેટ બંનેમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળા ડેરી પ્રોડક્ટની સપ્લાય કરે છે. જેથી આ કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.

અહેવાલ મારફત મળેલી માહિતી મુજબ સામે આવ્યું હતું કે નોઈડાની (Amul Reacts to Centipede in Ice-Cream) એક મહિલાએ ઇન્સ્ટન્ટ ડિલિવરી ઍપ દ્વારા એક આઈસ્ક્રીમનો ડબ્બો ઓર્ડર કર્યો હતો. ત્યાબાદ આ મહિલાએ દાવો કર્યો હતો કે આઈસ્ક્રીમના ટબની અંદર કાનખજૂરો નીકળ્યો હતો. ત્યાર બાદ ફૂડ સેફ્ટી અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી. દીપા દેવી નામની આ મહિલાએ 15 જૂને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે અમૂલના આઈસ્ક્રીમના ડબ્બામાં કાનખજૂરો હોવાની વાત કહી હતી.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલના ડેરી ઉત્પાદનોની માર્કેટિંગ કરે છે, તેમના દ્વારા નોઈડામાં મહિલા ગ્રાહકને (Amul Reacts to Centipede in Ice-Cream) થયેલી અસુવિધા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ નોઈડાના ફૂડ સેફ્ટી વિભાગે આ અંગેની તપાસ શરૂ કરી છે. પોતાના એક સ્ટેટમેન્ટમાં અમૂલે કહ્યું કે આ ઘટનાની જાણ થતાં જ અમે તરત જ સોશિયલ મીડિયા પર તે બાબતે જણાવીશું.

અમૂલનું કહેવું છે કે “મહિલા ગ્રાહકને થયેલી મુશ્કેલી અંગે અમે માફી માગીએ છીએ. અમે ગ્રાહક સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તે જ દિવસે 9.30 વાગ્યા પછી ગ્રાહકને મળવા માટે કહ્યું હતું. ગ્રાહક સાથેની મુલાકાત દરમિયાન અમે આઈસ્ક્રીમનો (Amul Reacts to Centipede in Ice-Cream) ડબ્બો પણ માંગ્યો, જેથી તેની તપાસ કરી શકાય, પરંતુ મહિલાએ ડબ્બો આપવા ઇનકાર કર્યો. અમૂલનું કહેવું છે કે જ્યાર સુધી અમે મહિલા ગ્રાહક પાસેથી આઈસ્ક્રીમનો ટબ પાછો નહીં લઈએ ત્યાંત સુધી મામલાની તપાસ કરવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આ ઘટનાથી અમારી પેકિંગ અને સપ્લાય ચેન માટે પણ એક મોટી મુશ્કેલી નિર્માણ થઈ છે.

ગ્રાહક સાથેની વાતચીત દરમિયાન અમૂલે જણાવ્યું કે અમૂલનો પ્લાન્ટ ISO સર્ટિફાઇડ છે. અહીં અનેક પ્રકારની ગુણવત્તા તપાસ બાદ જ અમે લોકોને કોઈપણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ. સાથે જ અમૂલે ગ્રાહકને તેમના પ્લાન્ટની મુલાકાત લેવા માટે પણ વિનંતી કરી. જેથી, તે ત્યાંના પ્રોસેસ અને પ્રોડક્શનના (Amul Reacts to Centipede in Ice-Cream) કામમાં કેટલી સફાઈ અને ઉચ્ચ ધોરણોનું પાલન થાય છે તે જોઈ શકે. અમૂલ તરફથી જણાવાયું કે 50થી વધુ દેશોમાં અમૂલના પ્રોડક્ટ વેચાય છે. અમે અમારા પ્રોડક્ટમાં ફૂડ સેફ્ટીના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીએ છીએ. સાથે જ ગ્રાહકોને આરોગ્યપ્રદ અને ઉચ્ચ પોષણવાળા પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવું સુનિશ્ચિત કરીએ છીએ.

amul national news noida uttar pradesh Gujarati food street food mumbai food indian food new delhi