22 September, 2024 08:28 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ભારત-પાકિસ્તાન સરહદના લાઇન ઑફ કન્ટ્રોલથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા જમ્મુના પૂંછ જિલ્લાના મેંઢાર વિસ્તારમાં ચૂંટણીસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘આજકાલ સરહદ પર ક્રૉસ-બૉર્ડર ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી ગભરાય છે. પહેલાં કેન્દ્રમાં એવા લોકોની સરકાર હતી જે પાકિસ્તાનથી ગભરાતી હતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જો સરહદ પારથી બુલેટ ચલાવવામાં આવશે તો એનો જવાબ હવે ગોળીથી આપવામાં આવશે. અમે વાટાઘાટો કરવા નહીં બેસીએ, ગોળીથી જ જવાબ મળશે.’